SBI બેન્ક કરોડો ગ્રાહકોને આપી રહી છે મોટી કેશબેક ઓફર, તમે પણ ઉઠાવી શકો ફાયદો, આ રીતે કરો પ્રોસેસ

દેશની સૌથી મોટી બેંકોમાંની એક એસબીઆઈ સમયાંતરે તેના ગ્રાહકોને મોટી ઓફરો આપતી રહે છે. એમાં પણ હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ બિલ ચુકવણી પર કેશબેક ઓફર શોધી રહી છે. આવી સ્થિતિમાં એસબીઆઈ કાર્ડની આ ઓફર તમારા માટે વધુ સારી તક સાબિત થઈ શકે છે. એસબીઆઈ કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર તમને 5 ટકાનું કેશબેક મળી શકે છે.

image source

જો કે, આ ઓફર ફક્ત પ્રથમ ત્રણ બિલ ચુકવણી માટે જ ઉપલબ્ધ છે. આ સિવાય વાત કરીએ તો આ ઓફરનો વહેલા લાભ લો, કારણ કે તે આ વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ છે. આ ઓફર આ મહિનાથી શરૂ થઈ છે. ચાલો આ આખી ઓફર વિશે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય તે વિશેની માહિતી મેળવીએ.

એસબીઆઈ કાર્ડ પર ઓફરની પુરી જાણકારી

– નવા ઓટેપે રજિસ્ટ્રેશન દ્વારા પ્રારંભિક ત્રણ બિલ ચુકવણી પર 5% કેશબેક.

image source

– એક બિલ ચુકવણી પર 100 રૂપિયાનું મહત્તમ કેશબેક મળશે. મતલબ કે એક કાર્ડ પર વધુમાં વધુ 300 રૂપિયાનું કેશબેક મળશે.

-રજિસ્ટ્રેશન પછી, આ ત્રણ બિલ ચુકવણી ચાર મહિનાની અંદર થવી જોઈએ.

-આ કેશબેક તાત્કાલિક ઉપલબ્ધ થશે નહીં. આ કાર્ડ આવતા વર્ષે 31 મેના રોજ ખાતામાં જમા થશે.

image source

– આ ઓફર ઇન્સ્ટન્ટ રિચાર્જ અને બિલ પેમેન્ટ (નોન-ઓટેપે) પર ઉપલબ્ધ નથી.

– આ ઓફર કોર્પોરેટ કાર્ડ્સ સિવાય તમામ એસબીઆઇ ક્રેડિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ છે.

આ રીતે ઓફરનો લાભ લો

image source

– એસબીઆઈ કાર્ડની મોબાઇલ એપ્લિકેશનમાં લોગઈન કરો.

– ઇ-સ્ટોર પર ક્લિક કરો.

– બિલ પે અને રિચાર્જ પર ક્લિક કરો

– ડિસક્લેમર વાંચ્યા પછી, પ્રોસીડ પર ક્લિક કરો.

– એડ બીલર પર ક્લિક કરો.

– વિગતો ભરીને ઓટોપે સેટઅપ પૂર્ણ કરો.

-વેબસાઇટ દ્વારા પણ ઓટોપે સેટઅપ કરી શકાય છે

– એસબીઆઇ કાર્ડ વેબસાઇટ પર લોગઈન કરો.

– યુટિલિટી બિલ ચુકવણી પર ક્લિક કરો.

– પે નાઉ પર ક્લિક કરો.

image source

– ડિસક્લેમર વાંચ્યા પછી, પ્રોસીડ પર ક્લિક કરો.

– એડ બીલર પર ક્લિક કરો.

– વિગતો ભરીને ઓટોપે સેટઅપ પૂર્ણ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત