કરોડો ગ્રાહકોને SBIએ આપી ચોખી ચેતવણી, આવી લિંક પર ભૂલથી પણ ક્લિક કર્યું તો ખાતું થઈ જશે ખાલી, જાણી લો ફાયદાની વાત

એસબીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને જાહેર ચેતવણી આપી છે, કેવાયસીના નામે ઓટીપી માંગી લોકોને છેતરવામાં આવી રહ્યા છે.જેમાં એસબીઆઈ, સરકાર, આરબીઆઈ, સરકાર,પોલીસ, ઓફીસ અને કેવાઈસી ઓથોરિટીનું નામ આપી જે લોકો ફોન કરે છે તેનાથી બચો. તમારા ફોનમાં તમને જાણ ન હોય તેવી લિંક ડાઊનલોડ ન કરો. આ દરેક કિસ્સામાં ગ્રાહકો પાસેથી ઓટીપી મેળવી તેમના નાણા પડાવતા હોવાથી એસબીઆઈએ તમામ લોકોને ચેતવ્યા છે.

Image Source
તમારા ફોનમાં બેંક ડિટેઈલ ન રાખો
બેંકે તેમને લગતી તમામ વિગતો જેવી કે પાસવર્ડ, એટીએમ નંબર, કે અન્ય બાબતો ફોટો કે બીજી બાબતોને તમારા ફોનમાં ન રાખો કારણકે આનાથી તમારી માહિતી ચોરાઈ જવાની સંપુર્ણ શક્યતા છે અને તમારા ખાતાનો ગેરઊપયોગ કે પૈસા ચોરાવાની સંપુર્ણ શક્યતા છે.

Image Source

ન જાણતા હોઈ તેવી એપ્લીકેશન ડાઊનલોડ ન કરો
તમે કોઈ પણ અજાણી એપ્લીકેશન ડાઊનલોડ ન કરો, તમારી પાસે જો કોઈ અજાણા સ્ત્રોતમાંથી યુપીઆઈ માંગે કે ઓટીપી માંગે તો બિલકુલ આ બાબતને ટાળો.

Image Source

SBIના નામે ચાલે છે ઘણી બધી ખોટી વેબસાઈટ
સત્તાવાર વેબસાઈટ સિવાય કોઈ અન્ય વેબસાઈટનો ઊપયોગ ન કરશો, એસબીઆઈના નામે ઘણી બધી ખોટી વેબસાઈટ ચાલી રહી છે, આ તમામથી બચો અને માત્ર એસબીઆઈની જે સત્તાવાર વેબસાઈટ છે તે જ વાપરો.

Image Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *