આ સરળ પ્રોસેસની મદદથી SBI ખાતાધારકના મૃત્યુ પર પરિવાર કરી શકે છે ક્લેમ

SBI એટલે કે ભારતીય સ્ટેટ બેંકમાં મૃત્યુ દાવા દાખલ કરતા પહેલા દાવેદારને માટે 2 વાતને જાણવી જરૂરી છે. પહેલું મૃત વ્યક્તિનું ખાતું કોઈ અન્ય વ્યક્તિની સાથે સંયુક્ત રીતે રાખવામાં આવ્યું હતું કે પછી તે એકલ હોલ્ડિંગ ખાતું હતું. બીજી વાત મૃતક ખાતાધારક દ્વારા નોમિનીને જોડવામાં આવ્યા છે કે નહીં. કેમકે આ બંને સ્થિતિમાં અલગ અલગ રીતે ક્લેમ ફાઈલ કરી શકાય છે.

જોઈન્ટ ખાતું હોવા પર ક્લેમની શું રહે છે પ્રક્રિયા

image source

જ્યારે તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું છે તો નાણાંકીય લેવડદેવડ માટે, હસ્તાક્ષર કે તો પહેલા ખાતાધારક અને અન્ય ખાતાધારકની આવશ્યકતા રહે છે. બિન નાણાકીય લેનદેનના કિસ્સામાં બેંક ખાતાધારકોની સાઈનની આવશ્યકતા જણાવે છે. એવામાં જો એક એકાઉન્ટ હોલ્ડરનું મોત થાય છે તો જીવિત ખાતાધારકને પહેલા એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુનું પ્રમાણપત્રની ફોટો કોપી, આઈડી પ્રમાણપત્રની પ્રતિ વગેરે જમા કરાવવાની રહે છે. સાથે ખાતાધારકનું મોત થાય છે તો તેને સૂચિત કરવાની સાથે એક લેખિત આવેદન પણ બેંકને જમા કરવાનું રહે છે.

image source

આ પછી બેંક તમારી પાસે નવું ખાતું ખોલવાનું ફોર્મ જમા કરવા માટે કહે છે. જીવિત ખાતાધારકે ફોર્મની સાથે પાન અને સરનામાનું પ્રમાણ જેમકે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે અને ફોટોગ્રાફની પ્રતિ આપવાની રહે છે. આ પ્રક્રિયાને પૂરી કર્યા બાદ મૃતક એકાઉન્ટ ધારકનું નામ હટાવી દેવામાં આવે છે. દરેક ડોક્યુમેન્ટની તપાસ કરાય છે. દાવો યોગ્ય હશે તો અન્ય ખાતાધારક ઈચ્છે તો તમામ રકમ કાઢી શકે છે અથવા તો એકાઉન્ટને ચાલુ રાખી શકે છે.

નોમિનીનું નામ હોવા પર કેવી રીતે કરશો દાવો

image source

જો નામાંકન યોગ્ય છે અને દાવો પૂરો કરવામાં બેંકમાં મૃત ખાતાના દાવાને યોગ્ય રીતે પૂરો કરવાના હેતુથી નામાંકિત વ્યક્તિને ફક્ત સંપત્તિનો સંરક્ષક માનવામાં આવે છે. તેની પાસે કાયદાકીય ઉત્તરાધિકારીને સંપત્તિને યોગ્ય રીતે સોંપવાની જવાબદારી હોય છે. એકમાત્ર ખાતાધારકનું મૃત્યુ થવાથી કે સંયુક્ત ખાતાના દરેક સંયુક્ત ધારકોના મૃત થવાની સ્થિતિમાં એક નામિત વ્યક્તિ બેંકી સાથે દાવો જાહેર કરી શકે છે. આ માટે બેંક પાસબુક, ચેકબુક, મૃતકનું એટીએમ કાર્ડ, મૃત્યુનું પ્રમાણપત્ર, નામાંકન રસીદ, મૃતક સાથે સંબંધ દેખાડતું ઓળખપત્ર પણ અને સરનામાનું પ્રમાણપત્ર પણ આપવાનું રહે છે.

જોઈન્ટ એકાઉન્ટ હોય અને નોમિનિ ન હોય તો શું કરશો

image source

SBIની વેબસાઈટના અનુસાર જોઈન્ટ એકાઉન્ટ ન હોય કે નોમિની પણ ન હોય તો એકાઉન્ટ હોલ્ડરના મોત થયા સમયે ક્લેમ માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવાની રહે છે. એવી સ્થિતિમાં હલફનામાને દાખલ કરવાનું રહે છે. જો મૃતક કોઈ વસીયત લખીને નથી ગયું તો.. અન્ય સ્થિતિમાં કાયદાકીય ઉત્તરાધિકારીની વચ્ચે કોઈ વિવાદ ન હોય તો આ સિવાય દાવો કરનારા નકલી ન હોય તો ક્લેમ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!