Site icon News Gujarat

કરો આ એપ ડાઉનલોડ અને વોટ્સએપ મેસેજને કરી દો શેડ્યુ્અલ..

સોશિયલ મીડિયાના સક્રિય લોકો માટે એક સરસ જાણકારી, તમે તમાર વોટ્સએપ મેસેજને પણ શિડ્યુલ કરી શકો છો.

image source

આજના સમયમાં દુનિયાના વોટ્સએપ વપરાશકર્તાની સંખ્યા બે અબજથી પણ વધારે છે. વોટ્સએપમાં ઘણા ઉપયોગી ફીચર્સ છે જેમ કે ગ્રુપ કોલ, લાસ્ટ સીન, ડિલીટ ફોર એવરિવન પરંતુ છતાંય આપણને કોઈક કમી લાગે છે એ કમી છે કે આપણે ઘણીવાર વિચારતા હોઈએ કે કેટલું સારું હોત જો આપણે આપણા વોટ્સએપ મેસેજને સમયાંતરે ગોઠવી શેડ્યૂલ કરી શકતા હોત. પરંતુ વ્હોટ્સએપમાં આવું કોઈ ફીચર કે સુવિધા નથી. એ કારણે આપણે વોટ્સએપ ઉપર મેસેજનું સમય પત્રક નથી ગોઠવી શકતા.

image source

વોટ્સએપમાં તો આવું કોઈ ફીચર નથી પરંતુ હવે થર્ડ પાર્ટી એપ આવી છે જેના દ્વારા આપણે આપણા વોટ્સએપ મેસેજ પણ શિડ્યુલ કરી શકીએ છીએ. આ સુવિધા ઓનલાઇન બીઝનેસ કરવાવાળા લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ શકે તેમ છે. તમે કોઈ એવા કામ સાથે જોડાયેલા હો કે જેમાં સમયાંતરે અમુક પ્રકારના મેસેજ કરવા પડતાં હોય અથવા તમે કોઈ અતિવ્યસ્ત પ્રોફેશનલ છો પણ તમારી પ્રોફેશનલ લાઈફ સિવાય પણ તમને લોકો સાથે સંબંધ બનાવી રાખવાની લાગણી હોય.

image source

તમે કોઈ એવા ગ્રૂપના એડમીન હો જેમાં ચોક્કસ સમયે અમુક મેસેજ મૂકવા પડતાં હોય તો આ એપ તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. મેસેજ મૂકવા માટે તમારે ઓનલાઇન રહેવું નહીં પડે. તમારો મોબાઈલ ખોલ્યા વગર પણ તમે નિશ્ચિત સમયે મેસેજ પહોંચાડી શકશો. તમે જે સમય અને મેસેજ જે વ્યક્તિ માટે ગોઠવ્યો છે તે સમયે તે મેસેજ એ વ્યક્તિ અથવા ગ્રૂપને પહોંચી જશે. છે ને મજેદાર વાત.

તો આ સુવિધા વાપરવા આપણે કરવાનું શું છે? બહુ જ સામાન્ય વાત છે. એન્ડ્રોઇડમાં આ સુવિધા વાપરવા પ્લે સ્ટોરમાં જઈ તમારે થર્ડ પાર્ટી એપ SKEDit ડાઉનલોડ કરવાની છે અને એ એપને તમારા વૉટ્સઅપ મેસેંજર સાથે કનેક્ટ કરવાની છે. આ એપથી તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને શિડ્યુલ કરી શકશો.

image source

IOS વાપરવાવાળાએ કોઈ અફસોસ કરવાની જરૂર નથી. આ સુવિધા IOSના યુઝર્સ માટે પણ ડેવલપ કરી દેવામાં આવી છે. IOS મોબાઈલ ધારકે તેમની siriને મદદ માટે બોલાવવાની છે. જી હાં, siri shortcut એપની મદદથી તમે પણ તમારા વોટ્સએપ એકાઉન્ટને ઓનલાઈન થયા વિના મેનેજ કરી શકશો.

આ એપ મેસેજ મોકલતા અગાઉ તમને નોટિફાઈ કરે છે. તેથી જો તમારે એ મેસેજ નથી મોકલવો તો પણ તમે રોકી શકો છો. ચાલો આજની વ્યસ્ત દુનિયમાં સંપર્ક હજુ સહેલા બનાવીએ.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version