તંત્ર રહ્યું અંધારામાં અને લોકડાઉનના કડક પાલનની થઈ અવહેલના

લોકડાઉનમાં પણ ખોલી નાખી સ્કૂલ, વિદ્યાર્થીઓને બોલાવ્યા ભણવા, કેવી રીતે થયું તંત્ર બેજવાબદાર.

image source

કોરોના મહામારીનો ફેલાતો રોકવા માટે ભારતભરમાં કરવામાં આવેલા લોકડાઉનના સમયમાં ગુજરાતમાં ખોલી નાખી હતી સ્કૂલ.ગુજરાતના રાજકોટ જિલ્લાના પારડી વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ લોકડાઉનમાં પણ ચાલુ રહી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણવા માટે શાળામાં બોલાવ્યા હતા.આ ઘટનાના ફોટા જ્યારે વહેતા થયા ત્યારે પ્રશાસનના અધિકારીઓ નિશાના પર આવી ગયા. એ પછી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક એ શાળાને બંધ કરાવવામાં આવી. આ બાબતની તપાસ કરી આગળની કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

લોકડાઉન હોવા છતાં ચાલુ કરી સ્કૂલજિલ્લા વિકાસ અધિકારી અનિલ રણવાસીયાએ કહ્યું કે “અમે શાળાને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે એમને પરીક્ષા માટેના પ્રશ્નપત્ર તૈયાર કરવાનું અને વિદ્યાર્થીઓને ઘરે રહીને જ ભણાવવાનું કહ્યું હતું. પરીક્ષા તો તે પછી લેવાય છે.

image source

કોરોના મહામારીના કારણે પહેલેથી જ તમામ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. તો એ પછી પણ, રાજકોટના લોધિકાના પારડી ગામમાં સ્વામી વિવેકાનંદ શાળા કેમ ખોલવામાં આવી, એ બધાની સમજની બહાર છે.હકીકતમાં અધિકારીઓને પણ રિપોર્ટ કાર્ડ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. પણ આટલી બધી સાવચેતી પછી પણ લોકડાઉનનો ભંગ થતો જણાયો છે. ”

તપાસ કર્યા પછી જ ખબર પડશે સ્કૂલ ખુલવા પાછળનું સાચું કારણ

અનિલ રણવાસીયાએ આગળ જણાવ્યું હતું કે “આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.એવું પણ બની શકે કે ઓર્ડરનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોય કે પછી એની નકલમાં કાંઈક ખામી રહી ગઈ હોય. તપાસ કર્યા પછી જ ખરી હકીકત સામે આવશે”

image source

ગુજરાતનો હોટસ્પોટ એરિયા છે રાજકોટ

તમને જણાવી દઈએ કે રાજકોટ ગુજરાતના એ જિલ્લાઓમાંનું એક છે જ્યાં કોરોના વાયરસ જલ્દીથી ફેલાઈ રહ્યો છે.કોરોનાના પ્રકોપને કાબુમાં લાવવા ગુજરાત સરકારે 27 હોટસ્પોટ એરિયાની ઓળખ કરી છે. જેમાંનું એક રાજકોટ પણ છે. રાજકોટમાં અત્યાર સુધી 58 લોકો કોરોનાના સંક્રમણથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. એવામાં આ સ્કૂલ ખોલીને શાળા પ્રશાસને બાળકોનો જીવ જોખમમાં મુક્યો હતો.

કોરોનાને દર્દીઓની સંખ્યામાં બીજા નંબર પર છે ગુજરાત

image source

ગુજરાત રાજ્ય કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યોમાં દેશમાં બીજા નંબર પર છે. અહીંયા પાંચ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી ચુક્યા છે.ગુજરાતથી વધારે દર્દી ફક્ત મહારાષ્ટ્રમાં જ છે. ગુજરાતનું અમદાવાદ પણ કોરોનાને ઝપેટામાં ખરાબ રીતે સપડાયું છે. એકલા અમદાવાદમાં જ આખા ગુજરાતના અડધા કરતા વધારવા દર્દીઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત