રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા નિર્ણય લેવા શિક્ષણમંત્રીએ યોજી બેઠક, જાણો શાળાઓ અંગે શું લેવાયો છે નિર્ણય

દેશમાં જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનું શરુ થયું છે ત્યારથી દેશમાં એક સાથે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરી દેવામાં આવ્યો હતો.

આ આદેશનું પાલન ગુજરાતમાં પણ માર્ચ માસથી થઈ રહ્યું છે એટલે કે રાજ્યમાં પણ માર્ચ માસથી કોલેજ, શાળા, કોચિંગ ક્લાસ સહિતની સંસ્થાઓ સદંતર બંધ છે. હવે લોકડાઉન 5માં સરકારે તબક્કાવાર બધું જ ખોલવા જઈ રહી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પણ શાળા શરુ કરવાના આદેશની કાગડોળે રાહ જોઈ રહી છે.

image source

તેવામાં આ અંગે નિર્ણય લેવા માટે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં 1થી 12 ધોરણ સુધીની શાળાઓ જૂન માસ દરમિયાન શરૂ નહીં થાય. સાથે જ 1થી 12 ધોરણના રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક વર્ષ અભ્યાસના અભાવે ખરાબ ન થાય તે માટે દરેક વિદ્યાર્થીઓને ઘરે જ વિષયલક્ષી પુસ્તકો પહોંચાડવામાં આવશે. આ પુસ્તકો જે-તે શાળાના શિક્ષકો જ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડશે.

image source

આ સિવાય રાજ્યની કોલેજો મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોલેજો માટે સેમેસ્ટ 3,5 અને 7નો ઓનલાઈન અભ્યાસ 21 જૂનથી શરૂ કરી દેવામાં આવશે. તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણ વિભાગની વધુ એક બેઠક મળી હતી જેમાં રાજ્યમાં શાળાઓ ક્યારથી શરૂ કરવી, એડમિશનની પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ માટેની અન્ય સવલત કેવી રીતે પુરી પાડવી જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શક્યતાઓ છે કે જુલાઈ માસથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવશે.

image source

રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં આશરે 2 લાખ જેટલા અને ઉચ્ચત્તર-માધ્યમિક વિભાગના આશરે 1.25 લાખ જેટલા એમ કુલ મળીને 3 લાખ જેટલા શિક્ષકો દરેક વિદ્યાર્થીના ઘરે પુસ્તકો પહોંચાડશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન જેવી ચેનલ પરથી પણ ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જો કે રાજ્યાં ઠેરઠેર શાળાની ફી મામલે જે હોબાળા થાય છે અંગે શિક્ષણ વિભાગના સચીવ વી.ટી.મંડોરાએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ આ સમયમાં વાલીઓને ફીમાં રાહત આપવી જોઈએ. બીજી તરફ શાળાઓ હાલ બંધ છે અને નવું સત્ર શરૂ થયું નથી તેવામાં ફરજિયાત ફી લેવાનો સવાલ ઊઠતો નથી. થોડા સમય પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ પણ ધોરણ 10 અને 12 કોમર્સનું પરિણામ જાહેર થવાનું બાકી છે. આ પરીણામ આવ્યા બાદ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયાની ચિંતાઓ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત