સ્કૂલ ફી મામલે આવ્યા સૌથી મોટા સમાચાર, શાળા સંચાલકોએ સ્કૂલ ફીને લઇને હાઇકોર્ટમાં દર્શાવી આવી તૈયારી

પ્રાઈવેટ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવા બાબતે, હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ, સ્કુલ ફીમાં ઘટાડો કરવા બાબતે રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લે, રાજ્ય સરકાર પાસે સત્તા છે.

image source

દુનિયામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે છેલ્લા ૬ મહિનાથી શાળાઓ બંધ છે તેમ છતાં ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન લાગુ હોવાના લીધે બાળકોના માતા-પિતાની આર્થિક સ્થિતિ પર ઘણી ખરાબ અસર પડી હોવાના લીધે હાલની સ્થિતિમાં તેઓ શાળાની ફી ભરી શકે તેવી સ્થિતિમાં છે નહી. તેમજ બેકાબુ બનેલ પ્રાઈવેટ સ્કુલના સંચાલકો સ્કુલ ફીમાં કોઈપણ પ્રકારની છૂટ આપવા તૈયાર છે નહી. આ વિષે આજે ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કુલ ફી વિષે રાજ્ય સરકાર જાતે નિર્ણય કરે, રાજ્ય સરકાર પાસે સત્તા છે.

હાઈકોર્ટએ કહ્યું છે કે, આ બાબતે અમને શા માટે મધ્યસ્થી બનવા માટે કહેવામાં આવી રહ્યું છે?

image source

સ્કુલ ફી ઘટાડવા મામલે મધ્યસ્થી બનવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ અરજી સંબંધિત હાઈકોર્ટ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર પોતે જ કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવાની ઈચ્છા રાખે છે. હાઈકોર્ટ આ બાબતે મધ્યસ્થી કેમ બનવું જોઈએ અને આ વિષે સરકાર જાતે જ પોતાનો નિર્ણય લે અને તેની પર અમલ કરે. આ તારણોની સાથે હાઈકોર્ટ દ્વારા મધ્યસ્થી બનવા વિશેની સરકારની અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા સ્કુલ ફીમાં ઘટાડો કરવા વિષે અંતિમ નિર્ણયને પણ રાજ્ય સરકાર પર જ છોડી દેવામાં આવ્યો છે.

શાળા સંચાલકો FRC દ્વારા કરવામાં આવેલ ૫ થી ૧૨%નો જે ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો તેને જતો કરવા તૈયાર છે.

image source

આની પહેલા ફી વસુલ કરવા બાબતે શાળાના સંચાલકોની મનમાની વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં શાળાના સંચાલકો દ્વારા સપ્તાહ પહેલા જ હાઈકોર્ટમાં સોગંદનામાંને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ફીને જાળવી રાખીને FRCએ શાળાની ફીમાં જે ૫ થી ૧૨%ના જે વધારાને મંજુર કરવામાં આવ્યો હતો આ વધારો શાળાના સંચાલકો જતો કરવા તૈયાર છે.

શાળા સંચાલકો ફી માફ કરવા કે પછી નમતું કરવા માટે તૈયાર નથી.:

image source

રાજ્ય સરકારે શાળાના સંચાલકોની સાથે કરવામાં આવેલ બે મીટીંગમાં શાળાના સંચાલકો સહેજ પણ જતું કરવા માટે તૈયાર નથી, આવી સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાની ફી બાબતે શાળાના સંચાલકોની સાથે મોકળા મને બે વાર વચ્ચેનો માર્ગ શોધવા માટે મીટીંગ યોજવામાં આવી છે રાજ્ય સરકારે શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની ૨૫% ફી માફ કરવાની દરખાસ્ત કરી હતી, રાજ્ય સરકારની આ દરખાસ્તને શાળા સંચાલકો દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. શાળાના સંચાલકો ફી માફ કરવા માટે કે પછી અન્ય કોઈ રીતે જતું કરવા તૈયાર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત