ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ રીતે શરૂ કરાશે શિક્ષણ કાર્ય, જાણો કોણ જઈ શકશે અને કોણ નહીં

આગામી 23 નવેમ્બર એટલે કે થોડા જ દિવસોમાં ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગાઈડ લાઈન મુજબ, સોમ, બુધ, શુક્રવારે ધો.10-12ના વિદ્યાર્થીઓ અને મંગળ, ગુરૂ, શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાશે. કોરોનામાં ગાઈડ લાઈનનું પાલન કરવા માટે વાલીનું લેખિત સંમતિ પત્રક પણ જરૂરી છે. આ સાથે શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. ઓડ ઈવન પદ્ધતિથી સ્કૂલોનું કામ ચાલુ રહેશે. અહીં સરકારે એમ પણ કહ્યું છે કે લક્ષણો ધરાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકશે નહીં. આ સાથે કન્ટેનમેન્ટમાં ઝોનમાં સ્કૂલો ખૂલશે નહીં એમ પણ કહેવામાં આવ્યું છે.

image source

સરકારે કહ્યું કે ઓફલાઈન શૈક્ષણિક કામમાં હાજરી આપવી ફરજિયાત રહેશે નહીં. સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્રક આપવાનું રહેશે. વિદ્યાર્થીઓ ક્લાસમામં ન આવે તે માટે ઓનલાઈન અભ્યાસ કરવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂરદર્સન ડી.ડી. ગિરનાર પરથી શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે પ્રસારિત કરાશે. સરકારના જણાવ્યા અનુસાર અઠવાડિયાના સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે.

image source

વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઈને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે.

2 વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની SOP પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

વધુમાં કયા વિષય કે અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે સ્કૂલના આચાર્ય સક્ષમ રહેશે.

image source

વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે.

સતત મોનિટરિંગ દ્વારા કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે શિક્ષક શાળા સંકૂલમાં ના પ્રવેશે તેની કાળજી સંબંધિત સત્તાધિકારીએ લેવાની રહેશે.

image source

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમાં કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં હાજર રહી શકશે નહીં.

કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તારમાં સ્કૂલ હોય તો સ્કૂલ ખોલી શકાશે નહીં.

image source

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.Pમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સંબંધિતો જેવા કે આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ,SMC સભ્ય વગેરેના કેપેસીટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશાધન અને તાલિમ પરિષદ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત