એક ક્લિક પર વાંચો બાળકોના શૈક્ષણિક સત્ર, રજા અને વેકેશનનું લિસ્ટ

દેશભરમાં ફેલાયેલા કોરોનાના કેસના કારણે બાળકોએ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી શાળાના દરવાજા જોયા જ નથી. કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે મોટા બાળકો માટે સમયાંતરે શાળા-કોલેજ શરુ કરવા પરવાનગી આપી હતી અને આપી પણ છે. પરંતુ નાના બાળકો તો શાળાએ જવાથી દૂર જ રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ કરતાં બાળકો માટે સમય એક સમાન જ રહે છે. પરંતુ તેમ છતાં દર વર્ષની જેમ શિક્ષણ વિભાગે આગામી નવા સત્ર માટે કેલેન્ડર જાહેર કર્યું છે.

image soucre

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈ ઓફલાઈન વર્ગો મોટા બાળકો માટે શરુ કરવામાં આવ્યા છે અને નાના બાળકો માટે શાળા શરુ કરવા વિચારણા થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે નવું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં 7 મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ દર્શાવ્યો છે. આ કેલેન્ડર જાહેર કરી શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સત્રમાં કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય રહેશે અને કેટલા દિવસનું વેકેશન બાળકોને મળશે.

image soucre

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ અને બીજા એમ બંને સત્ર માટેનો શૈક્ષણિક કાર્યક્રમ જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યાનુસાર રાજ્યની શાળાઓમાં આ વર્ષે 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય યથાવત રહેશે. આ સિવાય શાળાઓમાં વર્ષ દરમિયાન 80 દિવસ રજાઓ રહેશે.

image soucre

નવા શૈક્ષણિક સત્રના કાર્યક્રમ મુજબ રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે વિદ્યાર્થીઓએ વેકેશન, રજાઓ, તહેવારો સિવાય 245 દિવસ અભ્યાસ કરવાના રહેશે.

image soucre

શૈક્ષણિક સત્રની શરૂઆત એટલે કે પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 31 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ત્યારબાદ બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થશે. આ રીતે વર્ષ દરમિયાન કુલ 80 રજાઓ જાહેર કરાઈ છે. આ 80 રજાઓમાં ઉનાળા અને દિવાળીના વેકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથો સાથે અન્ય જાહેર રજાઓ પણ સમાવિષ્ટ છે. 80 રજાઓમાંથી 21 દિવસ દિવાળી વેકેશનના, 35 દિવસ ઉનાળાના વેકેશનના અને વર્ષ દરમિયાન આવતી 16 રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image soucre

જો કે હાલ શૈક્ષણિક કેલેન્ડરમાં સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિ અનુસાર આ કેલેન્ડરમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે.