Site icon News Gujarat

શું સાચે જ નબળો પડી રહ્યો છે સૂર્ય ? જર્મન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે આ આશ્ચર્યજનક દાવો

આપણે સૌ જાણીએ છીએ કે સૂરજના કિરણો પૃથ્વી પર આવે છે તેના કારણે જ અહીં ઉજાસ ફેલાય છે.

image source

એ ઉપરાંત અનેક પ્રકારની ઉર્જા પણ આપણને સૂર્ય દ્વારા મળી રહે છે. પરંતુ તાજેતરમાં જ આ સૂર્યને લગતી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. માહિતી પ્રમાણે પૃથ્વીને પ્રકાશિત કરતા સૂરજનો પ્રકાશ ધીમો પડી રહ્યો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ સુરજનો પ્રકાશ સામાન્ય નહીં પણ ગંભીર રીતે નબળો પડી રહ્યો છે. અને વૈજ્ઞાનિકો હાલ તેનું કારણ શોધવા મથી રહ્યા છે.

આમ જોવા જઈએ તો ધરતી પર ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય છે પરંતુ હજારો વર્ષોથી એ ધીમે ધીમે કમજોર થતો જાય છે. જર્મનીના મેક્સ પ્લેનક ઇન્સ્ટિટ્યૂટના અંતરિક્ષ વિષય પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો દાવો કરીને કહી રહ્યા છે કે સૂરજની ચમક ઓછી પડવા લાગી છે. તેમનો આ દાવો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સંસ્થા નાસાના કેપલર સ્પેસ ટેલિસ્કોપના આંકડાઓને આધારિત છે.

image source

નોંધનીય છે કે સૂર્ય અને તેના જેવા અન્ય તારાઓનું સંશોધન તેની ઉંમર, ચમક અને રોટેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. સંશોધન મુજબ છેલ્લા 9000 વર્ષોથી સૂર્યની ચમકમાં અત્યાર સુધી 5 ગણો ઘટાડો નોંધાયો છે. મેક્સ પ્લેનક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોના મતાનુસાર આપણી આકાશગંગામાં સૂર્યથી પણ વધુ સક્રિય તારાઓ આવેલા છે. અને સૂર્યની સપાટી પર બનતા સોલર સ્પોટનું અધ્યયન કરતા સૂર્ય છેલ્લા અનેક હજાર વર્ષોથી શાંત છે.

image source

વર્ષ 1610 થી સૂર્યની સપાટી પર બનતા સોલર સ્પોટની સંખ્યા સતત ઘટતી રહી છે. વળી છેલ્લા વર્ષમાં જ 246 દિવસ સુધી સૂર્યની સપાટી પર કોઈ સોલર સ્પોટ જોવામાં નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે સૂર્યના કેન્દ્રમાંથી જ્યારે ગરમીની લહેર ઉતપન્ન થાય છે ત્યારે તેની સપાટી પર સોલર સ્પોટ બને છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ સાદી ભાષામાં આપણે એમ કહી શકીએ કે સૂર્ય હવે થોડો થાકી ગયો છે અને નાની ઉંઘ લઇ રહ્યો છે.

image source

વળી સૂર્યના કેન્દ્રમાં જો આગના વિસ્ફોટ નથી થઈ રહ્યા અને સોલર સ્પોટ નથી બની રહ્યા તો તેનો અર્થ એ જ થાય કે સૂર્ય અન્ય તારાઓની સરખામણીએ કમજોર પડી રહ્યો છે અને તેનો પ્રકાશ તથા ચમક પણ ધીમી પડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version