લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય તે પહેલા સરકારે જાહેર કર્યુ રાજ્યના વિવિધ ઝોનનું નવું લિસ્ટ

કોરોના સંકટ અને લોકડાઉન પૂર્ણ થાય તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનનો બીજો તબક્કોપૂર્ણ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે તેવામાં કેન્દ્ર સરકારે દેશના દરેક રાજ્યમાટે જે કોરોનાના કેસ ધરાવે છે તેના માટે ઝોન જાહેર કર્યા છે.

image source

સરકારે જાહેર કરેલા ઝોનમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનનો સમાવેશ થાય છે. દેશ માટે કોરોનાના આંકડા અનુસાર જાહેર કરવામાંઆવેલી આ યાદીમાં દેશના 319 જિલ્લાઓ ગ્રીન ઝોન, 134 જિલ્લા રેડ ઝોન અને 284 જિલ્લા ઓરેન્જઝોનમાં આવ્યા છે.

ગુજરાતમાં પણ કોરોનાના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. સતત વધતા કેસની સંખ્યા જ્યાં વધારે છે તેવાગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોન, જ્યાં સ્થિતિ કાબૂમાં છે તેવા 19 જિલ્લાને ઓરેન્જ ઝોન અને 5જિલ્લા ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ માર્ચ માસથી નોંધાવાની શરૂઆત થઈ હતી તેવામાં અત્યાર સુધીમાં અહીં 4000થીવધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

image source

રાજ્યના 33 જિલ્લામાં ચેપ ફેલાઈ ચુક્યો છે. તેથી જે જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ વધારે છે તેવા અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, ભાવનગર અને અરવલ્લીનો સમાવેશ રેડ ઝોનમાંકરવામાં આવ્યો છે.

ઓરેન્જ ઝોનમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર,મહેસાણા, મહિસાગર, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ગ્રીન ઝોનમાં મોરબી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકાનો સમાવેશ કરાયો છે. તેમાંથી પણ જૂનાગઢ, અમરેલી અને દ્વારકામાં એક પણ કેસ નોંધાયો નથી તેવા જિલ્લા છે.

image source

ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ લોકડાઉનનો બીજોતબક્કો પૂર્ણ થનાર છે તેવામાં સરકારે દેશના જિલ્લાને ઝોનમાં વિભાજીત કર્યા છે. હવે અનુમાન છે કે આગામી સમયમાં આ જિલ્લાઓને લોકડાઉનમાંથી ઝોન વાઈઝ મુક્તિ અપાશે. જેમકે રેડ ઝોનમાં લોકડાઉન યથાવત રહી શકે, ઓરેન્જ ઝોનમાં જે જિલ્લા હોય તેમાં શરતી અને કેટલીક મર્યાદા સાથેની છૂટછાટ જ્યારે ગ્રીન ઝોનમાં હોય ત્યાં વધારે છૂટછાટ આપવામાં આવી શકે છે. જો કે હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.