સેમી ફાઇનલ મેચ પછી સોશિયલ મીડિયા પર વારો ચડી ગયો સાનિયા મિર્ઝાનો

ક્રિકેટની રમતમાં હાર અને જીત તો થતી જ હોય છે પરંતુ હાર અને જીત ક્રિકેટ ચાહકો માટે બહુ મોટી વાત બની જાય છે. તેમાં પણ વાત જો ભારત અને પાકિસ્તાનની મેચની હોય તો આ મેચ દેશના દરેક વ્યક્તિ માટે સ્વાભિમાનનો પ્રશ્ન બની જાય છે. ભારતની ક્રિકેટ ટીમ પ્રત્યેનો પ્રેમ અને પાકિસ્તાનની ટીમ પ્રત્યેના ગુસ્સાનો ભોગ આ વખતે ટેનિસ સાનિયા મિર્ઝા બની છે.

image soucre

ટી 20 વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાની સૌથી પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે હતી. અને હવે આ દિવસે સાનિયા મિર્ઝાએ કરેલી એક પોસ્ટ હવે તેના માટે સમસ્યાનું કારણ બની છે. કારણ કે તે દિવસે તેણે ક્રિકેટ મેચના કારણે સોશિયલ મીડિયાથી ગાયબ રહેવાની વાત કરી હતી. પરંતુ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચને જોવા તે સ્ટેડિયમ પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar)

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમને પાંચ વિકેટે હરાવી હતી. આ મેચમાં હાર ની સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સફરનો અંત થઈ ગયો. જો કે આ મેચ દરમિયાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પાકિસ્તાનની ટીમને ચીઅર અપ કરતી જોવા મળી હતી. આ જોઈ ભારતના ક્રિકેટ ચાહકો સાનિયા મિર્ઝા પર ભડકી ગયા છે. સાથે જ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ટ્વિટર પર સતત ટ્રોલ કરવામાં આવી રહી છે.

કેટલાક લોકોએ તો તેની ગદ્દાર પણ કહી દીધી. ટ્વિટર પર એક યૂઝરે ટ્વીટ કર્યું છે કે તે ટેનિસ માં ભારતને પ્રેઝન્ટ કરે છે તેવામાં પાકિસ્તાનની ટીમને ચીઅર અપ કરવું શરમજનક વાત છે. કેટલાક લોકોએ એવું પણ લખ્યું છે કે સાનિયા મિર્ઝા એ ભૂલવું ન જોઇએ કે તે હજુ પણ ભારતીય છે. કેટલાક યુઝર્સ તેને કહી રહ્યા છે કે તેણે પાકિસ્તાનમાં જ રહેવું જોઈએ ભારતમાં આવવાની જરૂર નથી.

મહત્વનું છે કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. તે ટી-20 વર્ડ કપમાં પાકિસ્તાનની ટીમમાંથી રમી રહ્યો છે. તેના કારણે તે સેમિફાઇનલ મેચમાં પહોંચી હતી. પરંતુ સ્ટેડિયમમાં જ્યારે તે જોવા મળી ત્યારે લોકો તેના પર ભડકી ગયા હતા અને તેનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો. કારણ કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની હતી ત્યારે સાનિયા મિર્ઝાએ instagram પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું. બંને દેશો વચ્ચેની મેચ પછી અને પહેલા સોશિયલ મીડિયા પર જે રીતે ખરાબ વર્તન કરવામાં આવે છે તેને લઈને તે સોશિયલ મીડિયાથી દૂર જઈ રહી છે. જોકે ત્યાર બાદ ગુરુવારે તે પાકિસ્તાનની સેમિફાઇનલ મેચ જોવા પહોંચી તેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું.