Site icon News Gujarat

નોકરીથી લઈને સ્વાસ્થ્ય સુધીની બધી જ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એટલે આ એક ઉપાય, જાણો તમે પણ

મિત્રો, કોરોના ને લઈને હાલ એક વર્ષથી પણ વધુ સમય વીતી ચુક્યો છે અને હજુ આજે પણ લોકો આ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ લોકો આ સમસ્યાના ગંભીર પરિણામો નો સામનો કરી રહ્યા છે. આ વિશ્વનો દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે, તે નિરોગી રહે કારણકે, તે નીરોગી રહેશે તો તે જીવનની અન્ય સમસ્યાઓનો ખુબ જ સરળતાથી સામનો કરી લેશે.

image socure

જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આ માટે તમારે તમારી ઇમ્યૂનિટીને મજબુત બનાવવી પડશે. આજે આ બીમારી આવ્યા પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબ જ સચેત થઇ ગયા છે. ઇમ્યૂનિટી એટલે કે બીમારીઓ સામે લડવાની ક્ષમતા. આ ક્ષમતા જેટલી વધારે તેટલા જ તમે નિરોગી રહેશો. આપણા શાસ્ત્રોમા બતાવેલી એક એવી વિશેષ રીત વિશે આજે આ લેખમા અમે તમને જણાવવા જી રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે તમારા સ્વાસ્થ્યથી માંડીને નોકરી સુધીની તમામ સમસ્યાઓને દૂર કરી શકશો.

image socure

આપણે સૌ જાણીએ છીએ કે, સૂર્યદેવ એ પ્રત્યક્ષ દેવતા છે કારણકે, આપણે નિયમિત સવારે ઉઠીને તેમના દર્શન કરી શકીએ છીએ. સનાતન કાળથી સૂર્યદેવને જળ અર્પણ કરવામા આવે છે. આ સિવાય વેદો અને પુરાણોમા પણ સૂર્યને જળ અર્પણ કરવાના લાભ બતાવવામા આવ્યા છે.

image soucre

સૂર્યને સકારાત્મક ઉર્જાનો વિશેષ સ્ત્રોત માનવામાં એવે છે. સૂર્યમા રહેલી કિરણો તમારા શરીરમાં હાજર બેક્ટેરિયાને દૂર કરવામા અને તમારા શરીરને નિરોગી બનાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો આ બાબતને ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. જો તમે તેમને નિયમિત એક લોટો જળ અર્પણ કરો છો તો તમારી અનેકવિધ સમસ્યાઓ દૂર થઇ શકે છે અને તમને આત્મબળની પ્રાપ્તિ પણ થાય છે.

image soucre

જો તમે નિયમિતપણે સૂર્યને જળ અર્પણ કરો છો તો તેમના પ્રભાવ તમારા શરીરમાં બનેલો રહેશે. તે તમને ઉર્જાવાન બનાવશે અને આખો દિવસ તાજગીથી ભરપૂર રહેશે. જો આપણે જ્યોતિષ શાસ્ત્રનુ માનીએ તો સૂર્ય જ તે ગ્રહ છે કે, જે તમને માન-સન્માન અપાવે છે. એવામા જો તમને તમારી નોકરી સાથે સંકળાયેલ કોઇ સમસ્યા હશે તો નિયમિત રીતે જળ અર્પણ કરવાનુ શરૂ કરો, તેનાથી તમારુ માન-સન્માન વધશે અને તમને એક ઉંચા પદની પ્રાપ્તિ પણ થશે.

image source

જ્યોતિષશાસ્ત્રમા એવુ જણાવવામા આવ્યુ છે કે, જે વ્યક્તિની કુંડળીમા દોષ હોય છે તેને નિયમિત સૂર્યને જળ અર્પણ કરવુ જોઇએ.જો તમે નિયમિત આ કાર્ય કરો છો તો તમને કુંડલીદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે. આ કાર્ય કરવા માટે તમારે તેની યોગ્ય રીત પણ અવશ્યપણે જાણી લેવી જોઈએ.

image socure

આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ સૂર્ય ઉદય થયાના એક કલાકની અંદર જળ અર્પણ કરવુ જોઇએ. ૮ વાગ્યા સુધી જો તમે જળ ચડાવો છો તો તમને યોગ્ય ફળનીપ્રાપ્તિ થઇ શકે છે. તાંબાના લોટામાં ચપટી લાલ ચંદન કે કંકુ ઉમેરો અને ત્યારબાદ જળ અર્પણ કરો. આ જળ અર્પણ કરતા સમયે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, આ જળના છાંટા તમારા પગને ના ઉડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version