Site icon News Gujarat

કોરોના વાયરસની મહામારી વચ્ચે આયુર્વેદ સાબીત થઈ રહ્યું છે ઉત્તમ, ક્વોરેન્ટાઈનમાં ઉકાળાઓ છે લાભપ્રદ

કોરોના વાયરસની મહામારી વચ્ચે આયુર્વેદ સાબીત થઈ રહ્યું છે ઉત્તમ, માત્ર સાત જ દિવસમાં સ્વસ્થ થયા દર્દીઓ

image source

ભારતીય લોકો સામાન્ય તાવ, સામાન્ય શરદી, સામાન્ય દુખાવા વિગેરે માટે ડોક્ટર પાસે દોડી નથી જતાં પણ વર્ષોથી ચાલ્યા આવતા દાદીમાના ઓંસડિયા, આયુર્વેદિક ઉપચાર વિગેરેથી જ ઘરગથ્થુ ઉપાય કરીને જ આવી નાની- તેમજ સામાન્ય બિમારીઓથી છૂટકારો મેળવી લે છે.

પણ જો તમે આયુર્વેદને સારી રીતે જાણતા હશો તો તમને ખ્યાલ હશે કે આયુર્વેદમાં ગંભીરમાં ગંભીર બીમારીઓની સાવારના ઉપાયો છે. સંક્રમણથી માંડીને સોજા ચડવા સુધીની બધી જ સમસ્યાઓ માટે આયુર્વેદમાં પણ અગણીત ઔષધીઓ હાજર છે. આ ઔષધીઓ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વગર જ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે ગંભીરમાં ગંભીર બીમારીઓ સામે લડવા માટે અત્યંત જરૂરી છે.

image source

આયુષ મંત્રાલય હેઠળ કેટલાક પ્રયોગો દરમિયાન જોવામાં આવ્યું છે કે જે લોકોને ક્વોરેન્ટાઈન દરમિયાન ઓછામાં ઓછા સાત દિવસ આયુર્વેદિક અથવા હોમિયોપેથીક દવા આપવામાં આવી, તેવા દર્દીઓમાં સંક્રમણ વધી શક્યુ નથી અને તેઓ રોગમુક્ત થઈ શક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘મનકી બાત’માં તાજેતરમાં ઇનોવેટિવ ઇન્ડિયા પહેલ સાથે જોડીને પરંપરાગત આયુર્વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા પર ભાર આપ્યો છે. આયુષ મંત્રાલયના સંશોધનોમાં સામે આવી રહેલા ઉત્સાહજનક પરિણામોએ આશાની કિરણ બતાવી છે.

ક્વોરેન્ટાઈનમાં ઉકાળાઓ છે લાભપ્રદ

image source

મંત્રાલયના માસર્ગદર્શનોમાં જણાવવામાં આવ્યું છે કે ક્વોરેન્ટાઇન દરમિયાન લોકો આયુર્વેદના મૂળ સિદ્ધાંતવાળા ઉકાળા અથવા હોમિયોપેથિક દવાઓનો પ્રયોગ કરશે તો લાભ થશે. આયુર્વેદના મૌલિક સિદ્ધાંતોનું તબીબી વિજ્ઞાનના માનાંકો પર ટેક્નીકલ અભ્યાસ એક ગંભીર શરૂઆત છે. તેનાથી રોજગારના મોટા અવસરો ઉદ્ભવશે અને રિસર્ચ કરવા માટે દેશના યુવાનો અને તબીબી જગતના નિષ્ણાતો આકર્ષિત પણ થશે. વડાપ્રધાનની પહેલ પર મંત્રાલએ આધુનિક તબીબી માનાંકો પર આયુર્વેદના ચિકિત્સા સૂત્રોને અપનાવ્યા છે.

ઔષધીઓ પર સંશોધન

image source

પહેલાં પણ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ પરંપરાગત ભારતીય ઔષધિ વિજ્ઞાન ગઠિત કરીને સચિવની નિમણૂક કરવમાં આવી હતી. તેમ છતાં એલોપથીની સરખામણીએ આયુર્વેદ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર સરકારે આઈએએસની જગ્યાએ આયુર્વેદિક ચિકિત્સક ડો. રાજેશ કોટેચાને તેના સચિવ તરીકે નિમ્યા છે. ત્યાર બાદ કેટલાએ નવા સંશોધન કાર્યોને વેગ મળ્યો છે. કોટેચાની પહેલ પર જ એક પ્રકારના બ્લડ કેન્સર એક્યુટ પ્રોમાઇલોસિટિક લ્યૂકેમિયાની સાવારમાં દિવંગત ચંદ્રપ્રકાશ દ્વારા વિકસાવવામાં આવેલા રસૌષધિ પર સંશોધન કરીને, તેને પ્રભાવશાળી સાબિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ ઔષધીના વૈજ્ઞાનિક વિકાસનો રસ્તો પણ સ્પષ્ટ થઈ ગયો છે.

આયુર્વેદના પ્રચાર તેમજ પ્રસાર માટે બજેટને પણ વધારવામાં આવ્યું છે.

image source

પહેલાં આયુર્વેદ માટે સાવ જ નજીવું બજેટ ફાળવવામાં આવતું હતું. અને તેજ કારણસર તેના વિકાસ, પ્રચાર તેમજ પ્રસારને વેગ નહોતો મળી શક્યો. પણ 2014-2015માં જે બજેટ 1069 કરોડ રૂપિયા હતું. તેને વધારીને 2020-21માં 2122.08 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 1956માં દીલ્લીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ની સ્થાપના કરવામાં આવી હતી. સાત દાયકા બાદ આજે પણ એમ્સના કેમ્પસમાં આયુર્વેદ નામનો રૂમ આજે પણ શોધતા નથી મળતો. હવે દેશની રાજધાનીમાં લગભગ 10.015 એકડ ક્ષેત્રમાં 157 કરોડ રૂપિયામાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની સ્થાપના થઈ છે.

source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version