Site icon News Gujarat

ઇંસ્ટંટ સેવ ખમણી – હવે ખમણી તમે પણ બનાવી શકશો ઘરે જ શીખો વિગતવાર…

ઇંસ્ટંટ સેવ ખમણી 

સેવ ખમણી એ સુરતની ફેમસ અને ડીલિશ્યસ વાનગી છે, આખા ગુજરાતમાં પણ આ સુરતી સેવ ખમણી પોપ્યુલર છે. ચણાની પાણીમાં પલાળેલી દાળ અને થોડા સ્પાઇસીસમાંથી બનાવવામાં આવતી હોય છે. જે સોકીંગ માટે થોડો વધારે ટાઇમ લે છે.

અહીં હું બેસનમાંથી બનાવવામાં આવતી ઇંસ્ટંટ સેવ ખમણીની રેસિપિ આપી રહી છું. તેમાં સોકીંગ ટાઇમ લાગતો ના હોવાથી જલદી બની જતી હોય છે. ગેસ્ટ આવવાના હોય કે બાળકોને નાસ્તા બોક્ષમાં સવારે બનાવીને આપવી હોય કે સવાર કે સાંજના નાસ્તા માટે બનાવવી હોય તો ઝડપથી બની જાય છે.

બેસન, જીણો રવો, આદુ, મરચા, લસણની પેસ્ટ સાથે થોડી વઘારની સામગ્રીથી ઇંસ્ટંટ સેવ ખમણી બનાવવામાં આવે છે. આમ ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી સ્વાદિષ્ટ ઇનસ્ટંટ સેવ ખમણી બનાવી શકાય છે. અહીં હું તેની સરળ રેસિપિ આપી રહી છું, તો તમે પણ ચોક્કસથી ઘરે બનાવવાની ટ્રાય કરજો.

ઇંસ્ટંટ સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી :

વઘાર માટે :

ગાર્નિશિંગ માટે :

ઇંસ્ટંટ સેવ ખમણી બનાવવા માટેની રીત :

એક મિક્ષિંગ બાઉલ ઉપર ચાળણી મૂકીને તેમાં 1 ¼ કપ રેડી બેસન કે ચણાનો અને 3 ટેબલ સ્પુન જીણો રવો ઉમેરો. હવે તેને ચાળી લ્યો. ચાળેલા લોટ અને રવાને બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ, 1 ટી સ્પુન ગ્રીન ચીલી પેસ્ટ, ½ ટી સ્પુન જીંજર પેસ્ટ, 1 ટી સ્પુન ગાર્લીક પેસ્ટ, 1 ટેબલ સ્પુન સુગર પાવડર અને ½ ટી સ્પુન સાઇટ્રીક એસીડ અથવા ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ¾ કપ પાણી ઉમેરી મિક્ષ કરી થીક બેટર બનાવી લ્યો. બેટર વધારે ઘટ્ટ કે ઢીલું રાખવું નહી. 10 મિનિટ બેટર ને ઢાંકી ને રેસ્ટ આપો જેથી રવો સરસ ફુલી જાય.

હવે બનેલા બેટરને હેંડ બીટર કે સ્પુન વડે એક્દમ ફીણી લેવું. બેટરનો કલર ચેંજ થાય ત્યાં સુધી ફીણી લેવું. લમ્સ વગરનું ક્રીમી બેટર રેડી કરો. જેથી ખમણ ઢોકળા સરસ ફુલશે.

એ દરમ્યાનમાં ખમણ ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમર કે કડાઇમાં પાણી ઉકાળવા માટે મૂકો.

મોલ્ડ કે પ્લેટને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લ્યો. જેથી ખમણ ઢોકળા બની ગયા પછી ક્રેક થયા વગર જ ડીમોલ્ડ થઈ શકે. આ ગ્રીસ કરેલ મોલ્ડ કે પ્લેટને પણ સ્ટીમર કે કડાઇમાં ગરમ થવા મૂકી દ્યો.

ત્યારબાદ બેટરનું બાઉલ ખોલી તેમાં 2 ટેબલ સ્પુન જેટલું પાણી ઉમેરી ફરીથી ફીણી લ્યો. સરસ ફુલી ગયું હશે.

હવે તેમાં હવે તેમાં 1 ટી સ્પુન ઇનો ઉમેરો અથવા ઇનો ના હોય તો તેમાં 1 ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરો. તેના પર 2 ટેબલ સ્પુન પાણી ઉમેરો, ઇનો અક્ટીવેટ થાય એટલે તરત બીટર કે સ્પુન વડે બેટર એક જ સાઈડમાં ફરતું ફેરવી એકદમ ફીણી લ્યો. બેટરમાં મિક્ષ થઇ એકદમ ફ્લફી થયેલું લાગે એટલે તરતજ તેને સ્ટીમર કે કડાઈમાં ઉકળતા પાણીમાં ગરમ થયેલા મોલ્ડ કે પ્લેટમાં પોર કરી ધ્યો.

સ્ટીમર કે કડાઇનું ઢાંકણ બંધ કરી 15 મિનિટ મિડિયમ ફ્લૈમ પર સ્ટીમ કરો.

15 મિનિટ પછી ચેક કરી મોલ્ડ બહાર કાઢી લ્યો. ખમણ સ્ટીમ થઈને સરસ ફુલી ગયા હશે.

15 મિનિટ બરાબર ઠરવા દ્યો.

ત્યારબાદ એક મોટા બાઉલ કે પ્લેટમાં તેના મોટા પીસ કરી તેનો હાથ વડે ભૂકો કરી લ્યો.

ઇંસ્ટંટ સેવ ખમણીનો વઘાર કરવા માટેની રીત :

એક મોટા પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં પ્રથમ 1/2 ટેબલ સ્પુન રાઈ ઉમેરો, રાઈ બરાબર તતડે એટલે તેમાં 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ, 7-8 મીઠા લીમડાના પાન, 1 મોટા લીલા મરચાની રીંગ ઉમેરી સોતે કરો. ત્યારબાદ તેમાં પિંચ હળદર અને પિંચ હિંગ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ¼ કપ પાણી ઉમેરી, સાથે તેમાં સોલ્ટ –સ્વાદ મુજબ અને 2 ½ ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી, સુગર મેલ્ટ થાય ત્યાં સુધી વઘાર ઉકાળી લ્યો. (પાણી વધારે લેવું નહી).

હવે તે ઉકળેલા વઘારમાં ભુકો કરેલા ખમણ ઉમેરી બરાબર ઉપર નીચે કરી મિક્ષ કરી લ્યો.

સ્વાદિષ્ટ, ચટ્પટુ ખમણ રેડી છે.

હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં મૂકો તેના પર સારા એવા પ્રમાણમાં સેવ સ્પ્રીંકલ કરો.

તેના ઉપર કોપરાનું ખમણ, દાડમના દાણા અથવા રેડ ટુટીફ્રુટી, બારીક કાપેલી કોથમરી સ્પ્રીંકલ કરો. તેના પર હાફ લેમન મૂકો. આ બધું જરુર મુજબ લેવું. સાથે ગ્રીન ચટણી સર્વ કરો.

તો હવે રેડી છે સરળ અને ટાઈમ સેવર ઇંસ્ટંટ સેવ ખમણી …તમે પણ એકવાર ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો. બધાને ખૂબજ ભાવશે. પછી વારંવાર બનાવશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version