પાકિસ્તાની બાળકોના જૂના ફોટા શેર કરવાથી શબાના આઝમી થયા ટ્રોલ, ફેક ન્યૂઝ ફેલાવવાનો લાગ્યો આરોપ
પાકિસ્તાની બાળકોના જૂના ફોટા શેર કરવાથી આ એકટર થયા ટ્રોલ : બનાવટી સમાચાર ફેલાવાનો લાગ્યો આરોપ

કોરોના મહામારીના કારણે સરકારના સમર્થનમાં અને સરકારના વિરોધમાં એમ હાલમાં બંને પ્રકારના સમાચાર અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ. જો કે કોરોનાનું સંકટ અત્યારે આખા વિશ્વ પર તોળાઈ રહ્યું છે. કોરોનાના વધતા જઈ રહેલા સંક્રમણમાં ભારત પણ બાકાત રહ્યું નથી. ભારતમાં અત્યારે કોરોના ચેપના કુલ કેસ વધીને 1,06,750 થયા છે. આ સિવાય દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3303 લોકોનાં મોત પણ નીપજ્યાં છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભે બુધવારે સવારે આપવામાં આવેલી અપડેટના આધારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 61,149 છે, જ્યારે 42,297 દર્દીઓ સાજા થઇ ગયા છે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના આ આંકડાઓ જોતા દેશમાં છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ નોંધાયા છે. તો સાથે જ કોરોનાના લીધે 24 કલાકમાં 140 લોકોનાં મોત પણ થયાં છે. આ સ્થિતિમાં પણ પ્રથમ લોકડાઉનથી જ પ્રવાસી મજૂરોના સ્થળાંતરનું સંકટ યથાવત ચાલુ જ છે. અત્યાર સુધીમાં લાખો મજુરો પોતાના વતન તરફ પાછા ફરી ચુક્યા છે. આ સમય દરમિયાન જ શબાના આઝમીનું એક ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
વર્તમાન સમયમાં દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મજુરો માઈલો સુધી ચાલવા મજબુર બની રહ્યા છે. આવા સમયે અવારનવાર સોશિયલ મીડિયા પર મજૂરોની પીડા દર્શાવતી તસવીરો વાયરલ થતી રહે છે. બોલિવૂડના કલાકારો પણ આ દુ:ખદ તસ્વીરો પર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. પણ, હાલમાં જ શબાના આઝમીએ એક ફોટો પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે.
Heartbreaking…. pic.twitter.com/eemHAaxNil
— Azmi Shabana (@AzmiShabana) May 19, 2020
આવા સમયે દુખ વ્યક્ત કરવાના ચક્કરમાં શબાના આઝમીને ટ્રોલ થવું પડયું હતું. સોશિયલ મીડિયામાં એમના પર ખોટી અને બનાવટી ખબરો ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શબાના આઝમી સોશીયલ મીડીયમમાં ઘણી એક્ટીવ રહે છે. શબાના મોટા ભાગે દરેક સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય ખુલીને વ્યક્ત કરતી રહે છે.
આ સમય દરમિયાન શબાના આઝમીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક નાનો બાળક તેના ભાઈ કે બહેનને ખોળામાં લઈને ફૂટપાથ પર બેસેલો જોવા મળે છે. આ તસ્વીર શેર કરીને શબાના આઝમીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે ‘હાર્ટબ્રેકર – એટલે કે દિલ તોડી નાખતું’.

જો કે આ તસ્વીર એક વર્ષ જૂની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે શબાનાના આ ફોટા પર લોકો હવે ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ટ્રોલ્સે ટિપ્પણીઓમાં જણાવ્યું છે કે શબાના આઝમી દ્વારા શેર કરેલી તસવીર એક વર્ષ કરતા પણ વધુ જૂની છે. આટલું જ નહીં કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે તો પોતાની ટિપ્પણીમાં એક વર્ષ જુની આ તસવીરના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે, જેમાં લોકોએ કહ્યું છે કે બાળકની આ દુઃખદ તસ્વીર ભારતની નહિ પણ મલેશિયા અથવા પાકિસ્તાનની છે.

કોઈ યુઝરે ગયા વર્ષે 1 જાન્યુઆરી, 2019ના રોજ આ તસ્વીર પોસ્ટ કરીને વડા પ્રધાન ઇમરાન ખાન માટે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કેમ ઇમરાન ખાન, આ જ છે તમારું નવું પાકિસ્તાન?’ આ સ્ક્રીનશોટ સિવાય ઘણા અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સે પણ શબાના આઝમી પર બનાવટી સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
Source: dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત