માનવતા મરી પરવારી, દીકરીના મોત બાદ શબવાહીની ન મળતા 25 કિ.મી. સુધી પિતા ખાટલા પર શવ બાંધીને ચાલીને ગયા

હાલમાં જ્યારે આખો દેશ આ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે લોકોને એકબીજાની મદદ કરવાની જરૂર છે. જો કે એવું અમુક જગ્યાએ જ જોવા મળી રહ્યું છે. બાકી બધે તો એવો નજારો છે કે જાણે માનવતા મરી પરવારી હોય. આવો વધુ એક કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. અહીં સિંગરૌલીમાં માનવતાને શરમમાં મૂકી દે એવી એક ઘટના સામે આવતા જ હાહાકાર મચી ગયો છે. તો આવો વિગતે વાત કરીએ આ કિસ્સા વિશે.

image source

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે શબવાહિની ન મળવાને કારણે એક પિતા પોતાની દીકરીને ખાટલા પર રાખીને 25 કિલોમીટર દૂર હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ પછી તેઓ ફરી આ જ રીતે મૃતદેહને પરત ઘરે લાવી અંતિમસંસ્કાર કર્યા. ન તો પોલીસે શબવાહિનીની સગવડ કરી કે ન કોઈ સામાજિક સંસ્થાએ. આ શખ્સે બન્ને વખતે ચાલીને જ આવવું પડ્યું અને લોકો જોતા રહ્યા તેમજ વીડિયો જ બનાવતા રહ્યા, પરંતુ કોઈનામાં પિતાની હાલત જોઈને સંવેદના જોવા મળી ન હતી. આ ઘટના જોઈને હવે લાગી રહ્યું છે કે લોકોમાં માનવતા મરી પરવારી હોય એવું લાગે છે.

આ બાબતે જ્યારે વાત કરવામાં આવી ત્યારે લાચાર પિતાનું કહેવું હતું કે કરીએ તો કરીએ શું. પોલીસે કોઈ જાતનો સહયોગ જ ન આપ્યો અને શબવાહિનીને બોલાવી છતાં ન આવી ત્યારે મજબૂર બનીને પગપાળા જ આવવું અને જવું પડ્યું. વાત કંઈક એમ છે કે અંચલ સરઇ ક્ષેત્રના ગડઇ ગામમાં રહેતા ધીરુપતિની 16 વર્ષની સગીર પુત્રીએ 5 મેનાં રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલાની જાણ 6 મેના રોજ સરઇ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. આ બાદ પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે નિવાસ હોસ્પિટલ જવાનું કહ્યું હતું. ત્યારબાદ ભારે ઉતાવળમાં એમ્બ્યુલન્સ શોધવામાં આવી. પિતાએ સ્થાનિક અધિકારી સહિત પોલીસ સમક્ષ શબવાહિનીની માગ કરી પરંતુ કોરોનાને કારણે કોઈ એમ્બ્યુલન્સ ખાલી જ ન મળી.

કરૂણતા જુઓ કે બધી જ કોશિશ કર્યા બાદ આખરે દીકરીનો બાપ ખાટલાને ઊંધો કરીને ચાર પાયા પર દોરડું બાંધીને પુત્રીનો મૃતદેહ રાખ્યો અને 25 કિલોમીટર દૂર નિવાસ હોસ્પિટલ ચાલીને ગયો. એક છેડો પરિવારના એક અન્ય સભ્યએ પકડ્યો હતો. એ બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ફરી શબવાહિની ન મળતાં ફરીથી પિતાની એ હાલત થઈ અને ચાલીને જ આવવું પડ્યું. મજબૂર બાપ ફરી 25 કિલોમીટર દૂર પોતાના ગામે આવીને દીકરીના અંતિમસંસ્કાર કર્યા અને ગામ જોતું રહ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ રવિવારે સવારે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે સવારથી જ ભારે ટ્રેન્ડ થઈ રહ્યો છે.

હવે હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે બધા લોકો સિંગરૌલી પ્રશાસન પર માછલાં ધોઈ રહ્યા છે. આદિવાસી અંચલ ગામો માટે આ તસવીર કોઈ નવી નથી. અહીં અવારનવાર વાંસના દંડા, ખાટ પર શબને બાંધીને લઈ જવામાં આવે છે. આ એકદમ પછાત વિસ્તાર છે, જે સિંગરૌલીથી માત્ર 70 કિલોમીટર જ દૂર છે. તો નિવાસ ચોકીની આસપાસનો એરિયા જિલ્લા મુખ્યાલયથી વિખુટો છે તેથી અહીં કાગળો પર બધું જ યોગ્ય ચાલે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક જુદી જ હોય છે.

દીકરીનો મૃતદેહ ખાટલા પર નાખીને એક મજબૂર બાપ 25 કિલોમીટર પગપાળા ચાલ્યો. તે પાછો પોતાના ઘરે પણ આ જ રીતે આવ્યો, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. ન તો સરકાર કંઈ શકી અને ખાલી વાતો કરતી જનતાએ પણ વીડિયો બનાવીને ખાલી તમાશો જોયા કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!