હવે તો શબવાહિની પણ ખૂટી પડી, ક્યારે આવશે કોરોનાનો અંત? અમદાવાદમાં મોત એટલા થવા લાગ્યા કે 108 પર શબવાહિનીનાં સ્ટિકર લગાવીને લઇ જવાય છે ડેડબોડી

હવે તો ખૂટી પડી શબ વાહીની, અમદાવાદમાં 108 પર શબ વાહીનીના સ્ટીકર લગાવી મૃતદેહને લઈ જવાય છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રોજના બે લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે તો બીજી તરફ હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ ઘણી હોસ્પિટલોમાં બેડ તો પરંતુ ઓક્સિજન નથી, ક્યાંક વેન્ટિલેટરને લઈને ફરિયાદો સામે આવી રહી છે. હાલમાં ગણા શહેરમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા શહેરમાં તો લોકોને સારવાર આપવા માટે હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ નથી.

image source

આખા દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને કારણે થતાં મોતના આંકડાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોત થયાં બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. એવામાં હવે મૃતકોના મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવે મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને લઈ જવામાં આવી રહ્યા છે.

કોરોનાના વધતા જતા કેસના કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાંબી લાઈનોના દ્રશ્યો તો તમે જોયા જ હશે

image source

બીજી બાજુ, પરિસ્થિતિ એવી છે કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા માટે અને સ્મશાનમાં અંતિમદાહ માટે પણ લાંબી લાઇન લાગે છે. ડેડબોડી વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં ડેડબોડી લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરના સિવિલ વિસ્તારમાં રોડ પર 108 એમ્બ્યુલન્સ ફરતી દેખાઈ હતી, પણ આ સામાન્ય 108ની એમ્બ્યુલન્સ નહોતી, પરંતુ શબવાહિની હતી.

image source

આ 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં, એમ્બ્યુલન્સની બંને બાજુ તેમજ પાછળના દરવાજાના પર શબવાહીનીના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. એનો સીધો અર્થ છે કે હવે 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ કોરોનામાં મૃત્યુ પામેળાની ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ એમ્બ્યુલન્સ મંજુશ્રી મિલમાં આવેલી કોરોના હોસ્પિટલમાં ગઈ હતી. એ બાદ ત્યાં ડેડબોડી વિભાગ તરફ પહોંચી હતી, એટલે કે 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ હવે શબવાહિની તરીકે કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત 2 દિવસ પહેલા પણ શહેરમાં એક એમ્બ્યુલન્સમાં 2 ડેડબોડી લઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં, ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવવામાં આવ્યું અને એનો ઉપયોગ પણ શબવાહિની તરીકે થતો હોવાથી હવે શબવાહિની પણ ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *