આવી ગઇ કોરોનાની ત્રીજી લહેર? આ શહેરમાં બે મહિનામાં 10 હજારથી વધુ બાળકો કોરોનાગ્રસ્ત થતા હાહાકાર

ભારતમાં આવી ગઈ કોવિડ-19ની ત્રીજી લહેર! ‘ગુલાબી શહેર’માં 10 હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત

તબીબી નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરી છે. આવામાં પ્રશ્ન ઊઠે છે કે શું ત્રીજી લહેર આવી ચુકી છે? કેમકે રાજસ્થાનમાં એપ્રિલ અને મેમાં જ મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે. રાજ્યના બીજા જિલ્લાઓની માફક રાજધાની જયપુરમાં પણ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એપ્રિલ અને મેના મહિનામાં એક તરફ જ્યાં 10 વર્ષ સુધીના સાડા ત્રણ હજારથી વધારે બાળકો પોઝિટિવ આવી ચુક્યા છે. તો 11થી 20 વર્ષના 10,000થી વધારે બાળકો કોરોના સંક્રમણનો શિકાર થયા છે.

image source

આનાથી અંદાજો લગાવી શકાય છે કે રાજસ્થાનમાં આની સંખ્યા કેટલી હશે. કોરોનાની બીજી લહેરમાં હવે નવા કેસ સામે આવવાનો ક્રમ ઓછો થવા લાગ્યો છે, પરંતુ અત્યારથી જ ત્રીજી લહેરને લઇને ચિંતાઓ વધવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે, પરંતુ રાજસ્થાનમાં તો બાળકો બીજી લહેરમાં જ કોરોનાથી પ્રભાવિત થવા લાગ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે એપ્રિલ અને મેના મહિનામાં જયપુરમાં 10 વર્ષ સુધીના 3 હજાર 589 કેસ અને 11થી 20 વર્ષ સુધીના 1 હજાર 22 કિશોર કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે.

image source

બીજી લહેરમાં જયપુરમાં 21થી લઇને 40 વર્ષ સુધીના લોકો પર કોરોનાનો ખતરો સૌથી વધારે જોવા મળ્યો. આ ઉંમરના 60,000થી વધારે લોકો આ 2 મહિનામાં પોઝિટિવ થયા છે. જો કે બાળકોની આટલી મોટી સંખ્યા જોઇને ચિંતા વધી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં મહિનાઓ પર ધ્યાન આપીએ તો સ્થિતિ બિલકુલ અલગ જોવા મળે છે. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના મહિનામાં જયપુરમાં 20 વર્ષ સુધીના ફક્ત 431 બાળકો જ પોઝિટિવ થયા હતા.

એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા

image source

મેડિકલ એક્સપર્ટ્સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે તેને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. હાલમાં રાજસ્થનમાં એપ્રિલથી મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે. રાજ્યના બીજા જિલ્લાની જેમ જયપુરમાં પણ આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે 11 થી 20 વર્ષના 10 હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યભરમાં કેટલી સંખ્યા હશે.

રાજસ્થાનમાં ત્રીજીની જગ્યાએ બીજી લહેરમાં બાળકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર એપ્રિલ અને મેમાં જયપુરમાં 10 વર્ષ સુધીના 3 હજાર 589 અને 11થી 20 વર્ષ સુધીના 10 હજાર 22 કિશોર કોરોના ગ્રસ્ત થઈ ચૂક્યા છે.

image source

આંકડા પર એક નજર

  • • એપ્રિલમાં 0 થી10 વર્ષના કુલ 1672 બાળકો કોરોના પોઝિટિવ થયા
  • • એપ્રિલમાં 11 થી20 વર્ષના કુલ 4681 બાળકો કોરોના પોઝિટિવ થયા
  • • 1થી 23 મે સુધી 0 થી10 વર્ષના કુલ 1917 બાળકો કોરોના પોઝિટિવ થયા
  • • 1થી 23 મે સુધી 11 થી20 વર્ષના કુલ 5341 કિશોરો કોરોના પોઝિટિવ થયા

60,000 થી વધારે લોકો 2 મહિનામાં કોરોનાગ્રસ્ત થયા

જયપુરમાં 21થી લઈને 40 વર્ષ સુધીના લોકો પર કોરોનાનું સંકટ સૌથી વધારે જોવા મળ્યુ. આ ઉમંરના 60,000 થી વધારે આ 2 મહિનામાં સંક્રમિત થયા છે. પરંતુ મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં જયપુરમાં 20 વર્ષ સુધીમાં માત્ર 431 બાળકો પોઝિટિવ આવ્યા હતાં.

image source

સાવધાનીની જરૂર

જયપુરના સીએમએચઓ ડો. નરોત્તમ શર્માએ કહ્યુ છે કે એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ થયા છે. આ દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પાલન પણ સંપૂર્ણ રીતે નથી થયુ. આ કારણે બાળકો કોરોના સંક્રમિત થઈ ગયા. તેવામાં બાળકોને આ કહેરથી બચાવવા માટે સાવધાની વર્તવાની જરુર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *