બાળપણમાં આવી દેખાતી હતી શહનાઝ ગિલ, બનતા બગડતા રહ્યા પરિવાર સાથે એમના સંબંધ

બિગ બોસની 13મી સીઝનથી લાઈમલાઈટમાં આવેલી શહેનાઝ ગિલ આજે ઈન્ડસ્ટ્રીની સૌથી સેન્સેશનલ અભિનેત્રી છે. 2015માં પંજાબી ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શહેનાઝે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તે એક દિવસ આટલી મોટી સ્ટાર બની જશે. બિગ બોસમાં આવ્યા અને સિદ્ધાર્થ શુક્લા સાથે સંબંધ બાંધ્યા પહેલા તેને કોઈ જાણતું ન હતું પરંતુ આજે તે બધાની ફેવરિટ છે. આજે શહનાઝનો જન્મદિવસ છે. આ અવસર પર અમે તેમની કેટલીક અદ્રશ્ય તસવીરો અને તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ તમારી સાથે શેર કરવાના છીએ.

સ્કૂલમાંથી જ હતું એક્ટ્રેસ બનવાનું સપનું

image soucre

પંજાબના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી શહનાઝ ગિલનું બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું હતું. તેને ગાવાનો પણ શોખ હતો. આ સપના તરફ આગળ વધતી શહનાઝે સ્કૂલ અને કોલેજના દિવસોથી જ ગાવાનું શરૂ કર્યું.

નથી કર્યો પરિવારે સપોર્ટ

image soucre

બાળપણથી લાડકોડમાં મોટી થયેલી શહેનાઝ તેના પરિવારની લાડકી દીકરી હતી. પરંતુ આટલી સુંદર હોવા છતાં, શહનાઝને તેના પેશનને ફોલો કરવા માટે તેના પરિવારનો સાથ મળ્યો નહીં. જ્યારે પરિવારનો સાથ ન મળ્યો, ત્યારે શહનાઝે મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે તેમનાથી દૂર રહેવાનું નક્કી કર્યું. રિપોર્ટ્સનું માનીએ તો શહનાઝે પોતાના પરિવારને છોડી દીધો હતો અને તેમનાથી અલગ રહેવા લાગી હતી.

લગ્ન કરવાનું હતું દબાણ

image soucre

શહનાઝે એક વખત બિગ બોસના ઘરમાં પોતાનું દર્દ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેના પરિવારે પણ તેના પર લગ્ન કરવા માટે ઘણું દબાણ કર્યું હતું. પરંતુ આટલા દબાણ પછી પણ શહનાઝે એક્ટિંગ અને સિંગિંગમાં સફળતા મેળવવા માટે પોતાનો નિર્ણય બદલ્યો નહીં.

નહોતા કરવા શહનાઝને લગ્ન

image soucre

અભિનેત્રીએ એક વખત વાત કરતા કહ્યું હતું કે તે સમયે હું લગ્ન કરવા જરાપણ ઇચ્છતી ન હતી કારણ કે મારા ઘરમાં સમસ્યાઓ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં હું સાસરિયાંની જવાબદારી લેવા માગતી ન હતી, પરંતુ સતત દબાણને કારણે મેં મારા પરિવારથી દૂરી બનાવી રાખી હતી.

બિગ બોસ પછી પરિવાર સાથે સુધર્યા સંબંધો

image soucre

બિગ બોસે અત્યાર સુધીમાં મોટાભાગના સંબંધો બગડતા જોયા છે. પરંતુ શહનાઝ આ ઘરમાં આવ્યા બાદ તેના પરિવાર સાથેના સંબંધો સુધર્યા અને તે સાથે રહેવા લાગી. આજે શહનાઝનો આખો પરિવાર દરેક નિર્ણયમાં તેની પડખે છે.