બિગ બોસ 13ના આ ફેમસ કન્ટેસ્ટન્ટના પિતા પર લાગ્યો હતો બળાત્કારનો આરોપ, પણ આ મામલે તોડી ચુપ્પી અને કહ્યું…

બિગ બોસના 13 સ્પર્ધક શહનાઝ ગિલના પિતા સંતોક સિંઘ ઉર્ફે સુખ પ્રધાન પર પંજાબ પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આ એ જ સંતોક સિંઘ એ જ છે જેણે એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લા મહિલાઓનો ઉપયોગ કરે છે અને જો સિદ્ધાર્થ સનાનું હૃદય તોડી નાખશે તો સિદ્ધાર્થ ક્યારેય પરણી નહિ શકે.

image source

થોડા સમય પહેલા જ એવું જાણવા મળ્યું હતું કે બિગ બોસ 13 ના સ્પર્ધક શહેનાઝ ગિલના પિતા સંતોક સિંઘ ઉર્ફે સુખ પ્રધાન પર બળાત્કારના આરોપો બાદ પંજાબ પોલીસે આ ગુનો નોંધ્યો છે. દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ સંતોખે ગનપોઇન્ટ પર પીડિતા ઉપર કારમાં બળાત્કાર કર્યો હતો. આ સમાચારે બધાને સ્તબ્ધ કરી દીધા છે. અત્યારે અમને શોધખોળ કરતા શહનાઝ ગિલના પિતાનો એક જૂનો ઇન્ટરવ્યૂ મળ્યો, જ્યારે તે હજી બિગ બોસ 13 માં હતી. ઇન્ટરવ્યૂમાં સંતોખે કહ્યું હતું કે સિધ્ધાર્થ મહિલાઓનો ઉપયોગ કરે છે અને શેહનાઝને એ વાત ખબર છે

 

View this post on Instagram

 

A post shared by SANTOKH SINGH SUKH (@santokhsukh1) on

દેસી માર્ટિનીને આપેલા ઇન્ટરવ્યુમાં સંતોકસિંહે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે સિદ્ધાર્થ અને શહેનાઝ બંને બિગ બોસના ઘરમાંથી બહાર આવે, ભલે તે બંને તેમના સંબંધોને આગળ વધારતા હોય કે ન વધારતા હોય.. તેમણે કહ્યું, “જ્યાં સુધી સિદ્ધાર્થની વાત છે, સિધ્ધાર્થે પણ સમજી જવું જોઈએ કે તેની પણ ઉમર વધી રહી છે, જો અત્યારે પણ તે શહેનાઝને દગો કરેશે તો એ સમજી લે કે દુનિયાના કોઈ માબાપ પોતાની દીકરી તેને નહીં આપે અને તે આજીવન અપરણિત રહી જશે.”

 

View this post on Instagram

 

A post shared by (Zain) SidNaaz FC Canada 🇨🇦 (@sidnaazcanada.zain) on

તેમણે કહ્યું કે સિદ્ધાર્થ ફક્ત મહિલાઓનો ઉપયોગ કરે છે તે ખબર હોવા છતાં, શહેનાઝ સિદ્ધાર્થ પ્રત્યેની લાગણી અનુભવે છે. “શેહનાઝને ખબર છે કે સિદ્ધાર્થ કેટલી છોકરીઓ સાથે ફર્યો છે અને એમાંથી ૩ થી ૪ તો બિગ બોસ ના ઘરમાં પણ હતી. જેમ કે રશ્મિ, આરતી, શેફાલી. બહાર તો કોણ જાણે કેટલી હશે. તેમ છતાંય શેહનાઝ ને એના માટે લાગણી છે. . ” આથી જ તેમણે શહનાઝને ચેતવણી આપી હતી કે તે બિગ બોસ 13 ની બહાર આવી જાય ત્યારે પછી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને યઅ બાબત ઉપર વિચાર કરવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by SANTOKH SINGH SUKH (@santokhsukh1) on

આ સમાચાર વચ્ચે જ્યારે વિગતો વિશે જાણવા માટે સ્પોટબોયે સંતોકસિંહના પુત્ર શેહબાઝનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે આ આરોપને નકારી દીધો હતો. “હા, પંજાબ પોલીસમાં કેસ નોંધાયો છે, પરંતુ આ સંપૂર્ણ ખોટા આક્ષેપો છે. એ મહિલા મારા પિતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ ક્ષણે સાવ નિશ્ચિંત છીએ કારણ કે અમને એ પણ ખબર છે કે કંઇ થવાનું નથી કારણ કે અમારી પાસે સ્ત્રી જૂઠું બોલ્યા હોવાના પૂરતા પુરાવા છે. ઉલ્લિખિત સ્થળ જ્યાં તે મુજબની ઘટના બની તે સીસીટીવી સર્વેલન્સ એ હેઠળ છે”’

source : spotboye

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત