થાકીને સુઈ ગયેલા પતિ સાથે સહમતિ વિના બનાવ્યા શારીરિક સંબંધ અને પતિને ખબર પણ ન પડી, પછી જાગ્યો ત્યારે…

કોઈપણ લગ્ન સંબંધમાં વિશ્વાસ, પ્રેમનું જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ સહમતિનું પણ હોય છે. કદાચ સહમતિ અન્ય બંને વસ્તુ કરતાં વધારે મહત્વની હોય છે. તે કોઈપણ સ્તરે હોય શકે છે. જેમ કે ઘરના નિર્ણય લેવાની વાતથી લઈને સંબંધ બનાવવા સુધી દરેક બાબતમાં પતિ અને પત્ની બંનેની સહમતિ જરૂરી હોય છે. એકબીજાની મંજૂરી અને સહમતિ ખૂબ મહત્વ ધરાવે છે.

image soucre

પતિ અને પત્નીના સંબંધ પણ એવા જ હોવા જોઈએ કે જેમાં બંને માટે એકબીજાની મંજૂરી મહત્વની હોય અને તેઓ એકબીજાની સહમતિનું સન્માન કરે. પરંતુ એક મહિલાએ સહમતિનો આ સંબંધ તોડી નાખ્યો અને પછી તેની સાથે કંઈક આવું થયું હતું.

એક વેબસાઈટ દ્વારા લોકોના પર્સનલ રહસ્યો ઉજાગર કરવા માટે એક સીરીઝ ચલાવવામાં આવી હતી. આ સીરીઝમાં કપલે તેમના જીવનના યાદગાર ક્ષણોને શેર કરવાના હતા. આ ક્ષણોને બધા કપલ શેર કરી રહ્યા હતા. ત્યારે એક મહિલાએ જણાવ્યું કે તેણે એકવાર પોતાના સુતેલા પતિ સાથે સંબંધ બનાવ્યા હતા જેનાથી તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો.

image soucre

મહિલાએ આગળ જણાવ્યું હતું કે તે બંનેની ઉંમર 28 વર્ષની છે અને લગ્નને એક વર્ષ જ થયું છે. તેનો પતિ ઓફિસથી આવ્યા પછી ખૂબ થાકેલો રહેતો હતો. અને બેડ પર પણ તેને કોઈ રસ રહેતો નહીં. તેવામાં એક દિવસ મહિલાને એક વિચિત્ર એડવેંચર સુજ્યું અને તેણે તેના પતિના સુઈ ગયા પછી તેની સાથે સંબંધ બનાવ્યા.

પોતાની વાત આગળ કહેલા મહિલાએ કહ્યું કે તેણે તેને જગાડ્યો નહીં કારણ કે તે થાકેલો રહેતો હતો અને આંખ પણ બંધ રાખી હતી. પરંતુ સવારે આ બાબતે જ્યારે મહિલાએ તેના પતિને વાત કરી તો તેનો પતિ ખૂબ જ નારાજ થયો અને પછી પોતાની સહમતિ દર્શાવી. જો કે સવારે ગુસ્સામાં તેના પતિએ તેને એમ પણ કહી દીધું કે તેની પત્નીએ રાત્રે તેનો રેપ કર્યો કહેવાય. કારણ કે આ સંબંધમાં તેની સહમતિ ન હતી.

image soucre

પતિના આ શબ્દો સાંભળ્યા બાદ મહિલાને પણ લાગ્યું કે તે સાચું કહી રહ્યો છે. કોઈપણ સંબંધમાં સહમતિ સૌથી વધારે મહત્વની હોય છે. અને તેણે તે દિવસે પતિની સહમતિ વિના કામ કર્યું હતું. તેના પતિએ તેને એમ પણ કહ્યું કે જો તે આ વાત લઈને પોલીસમાં ફરિયાદ કરે તો પોલીસ પણ તેનો સાથ આપે. ત્યારબાદ મહિલાને પોતાની ભુલ સમજાઈ ગઈ અને તેણે પતિ સામે પોતે કરેલી હરકતનો અફસોસ પણ વ્યક્ત કર્યો.