Site icon News Gujarat

આર્યન ખાન અને નિસા દેવગન ભાગી જાય તો… કંઈક આવું હોય કાજોલ અને શાહરૂખ ખાનનું રિએક્શન…

બોલીવુડની સુપરહિટ જોડી શાહરુખ ખાન અને કાજોલે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ઘણી જ ઉમદા અને સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો અસલ જિંદગીમાં આ બન્ને સ્ટાર એકબીજાના સંબંધી બની ગયા તો શું થશે.

image source

બોલીવુડની બેસ્ટ ફિલ્મોમાંથી એક કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગેનું નામ પણ સામેલ છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતું અને કાજોલ અને શાહરૂખ ખાનની જોડી પણ દર્શકોના દિલો પર છવાઈ ગઈ હતી. તો આ ફિલ્મના અંતમાં એક સીન આવે છે જેમાં શાહરુખ ખાન, કાજોલને પોતાની સાથે ભગાડીને લઈ જાય છે. આ જ સીનને ધ્યાનમાં રાખીને એકવાર કાજોલ અને શાહરૂખ ખાનને એક ઇન્ટરવ્યૂમાં ખૂબ જ મજેદાર સવાલ કરવામાં આવ્યો હતો.

વાત જાણે એમ છે કે ઘણા વર્ષો પહેલા કાજોલ અને શાહરૂખ ખાન સાથ એકસાથે એક ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા. ત્યારે કાજોલને પૂછવામાં આવ્યું હતું કે જો આજથી દસ વર્ષ બાદ ન્યાસા અને આર્યન ખાન ભાગી જાય તો તમે કેવી રીએક્ટ કરશો? આ સવાલના જવાબમાં કાજોલ કહે છે કે દિલવાલે દુલ્હા લે જાયેંગે. કાજોલની આ વાત સાંભળીને શાહરુખ ખાન થોડા કન્ફ્યુઝ થઈને કહે છે કે મને તારો મજાક સમજમાં ન આવ્યો અને હું તો એ વાતથી ડરી રહ્યો છું કે જો સાચેમાં કાજોલ મારી સંબંધી બની ગઈ તો… હું તો વિચારી પણ નથી શકતો. શાહરુખ ખાનના આ રિએક્શન પછી કાજોલ જોર જોરથી હસવા લાગે છે.

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગે 20 ઓક્ટોબર 1995માં રિલીઝ થઈ હતી. આજે પણ દર્શકો આ ફિલ્મને એટલી જ પસંદ કરે છે જેટલી 25 વર્ષ પહેલાં પસંદ કરતાં હતાં.શાહરુખ ખાન અને કાજોલે અનુક્રમે રાજ અને સિમરનની ભૂમિકા ભજવી હતી.


આપને જણાવી દઈએ કે, કાજોલ અને શાહરુખ ખાન દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કરણ-અર્જુન, દિલવાલે, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ તેમજ માઈ નેમ ઈઝ ખાન જેવી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. આ સિવાય તેણે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં કેમિયો કર્યો હતો. કાજોલ અને શાહરૂખ ખાનની જોડી બોલીવુડની હિટ જોડી ગણાય છે. આજે પણ લોકો આ જોડીને પડદા પર જોઈને ખુશ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version