જ્યારે શાહરુખે મુકેશ અંબાણીના દીકરાને પૂછી હતી એની પહેલી સેલેરી, અને જવાબમાં સાંભળવા મળ્યું હતુ કંઇક એવું કે…

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના પરિવારના કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનો બૉલીવુડ સાથેનો સંબંધ પણ ઘણો જૂનો રહ્યો છે. બોલિવુડના ઘણા કલાકારો મુકેશ અંબાણીના ફંક્શનમાં પહોંચીને ઘણી મસ્તી પણ કરે છે. આજે અમે તમને અંબાણી પરિવારના ફંક્શન સાથે જોડાયેલો ખાસ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર કિસ્સાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો તો ચાલો જાણી લઈએ આખરે શુ હતો આ સમગ્ર કિસ્સો

આ ખાસ કિસ્સો વર્ષ 2017નો છે અને બોલિવુડના દિગગજ અભિનેતા શાહરુખ ખાન સાથે જોડાયેલો છે.

image source

વાત જાણે એમ છે કે રિલાયન્સના 40 વર્ષ પુરા થયા એ વાત પર અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા ફિલ્મી કલાકારો પણ સામેલ થયા હતા અને આ આખા કાર્યક્રમના હોસ્ટ હતા અભિનેતા શાહરુખ ખાન.

image source

જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમને હોસ્ટ કરતી વખતે શાહરુખ ખાને ત્યાં હાજર લોકો અને અંબાણી પરિવારના બાળકો સાથે ખૂબ જ મસ્તી પણ કરી હતી. એટલું જ નહીં એમને આકાશ અંબાણી અને ઈશા અંબાણી સાથે સ્ટેજ પર ખૂબ જ ડાન્સ પણ કર્યો હતો. એ દરમિયાન મુકેશ અંબાણીએ શાહરુખ ખાનને એક એવી વાત કહી કે બોલિવુડના કિંગ ખાનની બોલતી જ બંધ થઈ ગઈ હતી.

image source

વાત જાણે એમ છે કે કાર્યક્રમમાં શાહરુખ ખાન અનંત અંબાણીને પોતાની પહેલી સેલેરી વિશે જણાવે છે અને પછી એમને એમની પહેલી સેલરી વિશે પૂછે છે.

image source

એ પછી અનંત અંબાણી એવો જવાબ આપે છે કે શાહરુખ ખાનની બોલતી બંધ થઈ જાય છે. શાહરુખ ખાન અનંત અંબાણીને જણાવે છે કે એમની પહેલી સેલેરી 50 રૂપિયા હતી. એમને એ પૈસા પંકજ ઉધાસના મ્યુઝિક કોન્સર્ટમાં  વોલેન્ટીયર બનીને કમાયા હતા.

image source

શાહરુખ ખાને એ પણ જણાવ્યું કે એ પોતાની પહેલી કમાણીથી તાજમહેલ ફરવા ગયા હતા. અને આ બધું જણાવ્યા પછી શાહરુખ ખાને અનંત અંબાણીને એમની પહેલી સેલરી વિશે પૂછ્યું જેના બદલામાં એમને ખૂબ જ મજેદાર જવાબ આપ્યો હતો અને કિંગ ખાનની બોલતી બંધ કરી દીધી હતી.

image source

અનંત અંબાણીએ શાહરુખ ખાનને કહ્યું કે તમે રહેવા દો, જો મેં મારી પહેલી સેલેરી જણાવી દીધી તો તમે શર્મિનંદા થઈ જશો. શાહરુખ ખાન આ વાત સાંભળીને ચૂપ થઈ ગયા હતા અને કાર્યક્રમમાં હાજર લોકો હસવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત