કોરોના મહામારીના કારણે ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહેલા શાહરૂખ ખાનનો શૂટિંગનો વિડીયો થયો વાયરલ, જોઇ લો તમે પણ

કોરોના મહામારીના કારણે ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહેલા શાહરૂખ ખાનની શુટિંગનો વિડીયો વાયરલ

image source

વર્તમાન સમયમાં જયારે આખોય દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે આવા સમયે અનેક કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે. જો કે પાછળના ઘણા સમયથી સરકાર દ્વારા ફિલ્મોની શુટિંગ અને સિનેમા હોલ ખુલવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોવાથી ફિલ્મ જગત આખું શાંત પડી ગયું છે

એવા સમયે ઉપરા ઉપરી બે ત્રણ અભિનેતા આ દરમિયાન મૃત્યુ પામ્યા એના કારણે પણ ફિલ્મ જગતમાં એક ખળભળાટ વ્યાપેલો છે. એવા સમયે હાલમાં જ કોરોના મહામારીના કારણે શાહરૂખ ખાન પોતાના ઘરેથી શુટિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

કિંગખાનની વિડીયો ખુબ વાયરલ થઇ રહી છે

 

View this post on Instagram

 

A post shared by ❤SHAH RUKH KHAN (Fan Account)❤ (@iamsrk_fan_m) on

કોરોના વાયરસ આવ્યા પછી ફિલ્મ જગતને સૌથી વધારે અસર પડી છે, કારણ કે એક પ્રકારે કોરોના મહામારીના પગલે ઉઠાવેલા તમામ સુરક્ષા નિર્ણયોથી ફિલ્મ જગતને લગભગ તાળા લાગી ગયા હતા. જુન મહિનાથી હવે ધીરે ધીરે અનલોક પ્રભાવી બની રહ્યું છે, ત્યારે અમુક નિર્ધારિત સાવચેતી સાથે ફિલ્મની શુટિંગ પણ શરુ થવા જઈ રહી છે.

આવા સમયે સોશિયલ મીડિયામાં કિંગખાનની એક વિડીયો ખુબ વાયરલ થઇ રહી છે અને આ વિડીયો સાથે કહેવામાં આવી રહ્યું છે કે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ વિડીયોમાં શાહરૂખ પોતાના ઘરની બાલ્કનીમાં શુટિંગ કરતા જોવા મળી રહ્યા છે.

‘મન્નતની’ બાલ્કનીમાં શૂટ કરી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by ❤SHAH RUKH KHAN (Fan Account)❤ (@iamsrk_fan_m) on

આ વિડીયો શાહરૂખ ખાનના ફેન પેજ પર વારે વારે શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન પોતાના બંગલા ‘મન્નતની’ બાલ્કનીમાં કોઈક પ્રકારનું શૂટ કરી રહ્યા હોય જોવા મળે છે. વિડીયોમાં શાહરૂખ સિવાય કેમેરા અને લાઈટ પણ સાફ સાફ જોઈ શકાય છે. આ ખાસ અવસરે શાહરૂખ ખાને એમના ઘરની બહાર ઉભા રહેલા ફેન્સ અને મીડિયા ફોટોગ્રાફર માટે પોઝ પણ આપ્યો હતો.

ફેન્સ કામ પ્રત્યેના સમર્પણની તારીફ કરી રહ્યા

 

View this post on Instagram

 

A post shared by ❤SHAH RUKH KHAN (Fan Account)❤ (@iamsrk_fan_m) on

શાહરૂખ ખાનની વાયરલ થઇ રહેલ આ વિડીયો પોસ્ટમાં અનેક લોકો તેમજ એમના ફેન્સ ઉપર ઉપરી કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો શાહરૂખ’ના કામ પ્રત્યેના સમર્પણની તારીફ કરી રહ્યા છે. તો બીજી બાજુ અમુક લોકો એમ પણ પૂછી રહ્યા છે કે શું કોઈ નવી ફિલ્મની શુટિંગ શરુ કરી રહ્યા છે. જો કે હવે એ તો આવનારો સમય જ બતાવશે કે આખર કારણ શું છે, અને આ શૂટ કઈ બાબત માટે છે.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત