બોલિવુડના કિંગખાનનો એક માસૂમ પ્રત્યે મદદનીશ વ્યવહાર!, જાણો શું છે પૂરી વાત

બોલીવુડના કિંગખાનનો એક માસૂમ પ્રત્યે મદદનીશ વ્યવહાર! જાણો આ પૂરો કિસ્સો

સુપરસ્ટાર શાહરૂખ ખાને જીવલેણ કોરોનાવાયરસ ફાટી નીકળવાના સંકટ વચ્ચે મદદ માટે પહેલ કરી હતી. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા અભિનેતા તેની માટેની મદદ વધારવા માટે લઈ રહેલા આર્થિક પહેલ વિશે એસઆરકેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેંટે થોડા સમય પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું. કોરોનાએ સમગ્ર દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે.

image source

ત્યારે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો કેટલાક વીડિયો એવા મળી જાય છે જેને જોઈને આપણી અંદરની માનવતા હચમચી ઉઠે. ખરેખર મદદ માટે તરસતા લોકો સુધી મદદ પહોંચે એ ખુબ જરૂરી છે. જ્યારે ક્યારેક આવી મદદ મળવામાં મોડુ થાય ત્યારે જે વ્યક્તિ દુ:ખ તકલીફો વેઠે તે જોઈને દયા થવા લાગે. થોડા સમય પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો આ વીડિયો દીલને હલબલાવી દે તેવો હતો.

મજૂર માતા મૃત્યુ પામી હતી તે વાતથી અજાણ નિર્દોષ બાળક તેની માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો. આ વીડિયો લોકડાઉનમાં મજૂરોની હાલતને સચોટ વર્ણવતો કિસ્સો હતો. આ દર્દનાક વીડિયો આવ્યા પછી બોલિવૂડના કિંગખાન શાહરૂખ અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદ કરતા હાથ લંબાવ્યો છે. હાલ આ બાળકને હેમખેમ રીતે તેના દાદા-દાદી પાસે પહોંચાડી દેવામાં આવ્યો છે.

શાહરૂખે મીર ફાઉન્ડેશનના આ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યુ કે એ તમામ લોકોનો દિલથી આભાર જેણે આ માસુમ બાળકની થોડી પણ મદદ કરી અને હેમખેમ તેના દાદા દાદી પાસે પહોંચાડ્યો. મીર ફાઉન્ડેશને ટ્વીટ કરીને કહ્યુ કે “આ વીડિયો દર્દનાક છે અમે આ બાળકને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છીએ હવે આ માસુમ બાળક અમારી જવાબદારી છે. માતાને ગુમાવનાર આ બાળકને તો એ પણ ખબર નથી કે તેના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. બાળક પોતાની માતાને ગુમાવ્યા બાદ ફરી જીવવાની તાકાત મેળવી લેશે. મને ખબર જે બાળકના માતા પિતા ન હોય તેમની હાલત કેવી હોય છે. મારો પ્રેમ અને સમર્થન તારી સાથે છે બેટા!”.

શાહરૂખ ખાનની ઓફિસ દર્દીઓ માટે COVID-19 કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે. બિહારના મુઝફ્ફરનનગરના રેલવે સ્ટેશન પર આ બાળક પોતાની મૃત માતાની ચાદર ખેંચીને તેને ઉઠાડવાનો પ્રયાસ કરતો હતો તેને તો એ પણ ખબર ન હતી કે તેની માતા દુનિયા છોડી ગઈ છે. આ મહિલા અને તેનુ બાળક ૨૫ મેના રોજ અમદાવાદથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા. શાહરૂખ ખાન કોરોના કાળમાં બને તેટલી મદદ કરી રહ્યો છે.

શાહરૂખ ખાનની કંપનીઓ કોલકત્તા નાઈટ રાઇડર્સ. રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, મીર ફાઉન્ડેશન અને રેડ ચીલીઝ વીએફએક્સે મેડિકલ સ્ટાફ માટે ૨૫૦૦૦ PPE કીટ આપવાની જાહેરાત કરી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને શુક્રવારે લોકોને કોરોનાવાયરસ ફેલાવતો અટકાવવા માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને લીધે ભૂખમરો પામેલા તેમજ ભરાયેલા અને રખડતા ત્યજી દેવાયેલા પ્રાણીઓ માટે દાન આપવા જનતાને વિનંતી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત