Site icon News Gujarat

કઈક આવું બોલ્યા હતા શાહરુખ ખાન અભિનેતા ગોવિંદા વિશે, પછીથી માંગવી પડી હતી માફી.

બૉલીવુડ ઉદ્યોગમાં, નેપોટીઝમ અને બહારના લોકો સહિત ઘણા મુદ્દાઓ પર આજ કાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. અને આ ટોપિક પર મોટાભાગના કલાકારો એકબીજાને નિશાનો બનાવી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન અને 90ના દાયકાના જાણીતા સ્ટાર ગોવિંદા વચ્ચે પહેલેથી જ એક તીખી જંગ ચાલતી આવી છે.

image source

એવું પણ કહેવામાં આવે છે કે આ બંને વચ્ચે ફિલ્મી કરિયર ક્યારેય એકબીજાની સાથે નથી રહ્યું. જો કે શાહરુખ ખાને એક વાર ગોવિંદા વિશે નિરાશાજનક ટિપ્પણી કરી હતી. મળેલી માહિતી અનુસાર ડિયર જિંદગીના અભિનેતા શાહરુખ ખાને એકવાર કહ્યું હતું કે ગોવિંદા ક્યારેય પણ એ પ્રકારની મહેનત નહિ કરી શકે જે એમને કરી છે. એમને આગળ એ પણ કહ્યું હતું કે ગોવિંદાએ ક્યારેય કોઈ સારું કામ નથી કર્યું.

image source

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાદશાહ શાહરૂખ ખાનની આ ટિપ્પણી વિશે જાણ્યા પછી ગોવિંદાની માતા ઘણી જ રોષે ભરાઈ હતું. એ ટિપ્પણી પછી શાહરુખ ખાને સાર્વજનિક રૂપે ગોવિંદાની માફી માંગી હતી. અને એ સ્પષ્ટ કરી દીધું હતું કે એમનો કહેવાનો મતલબ એવો નહોતો. એમને ખોટા સમજવામાં આવી રહ્યા છે.

ગોવિંદાએ શાહરૂખ ખાનની ટિપ્પણી પછી અભિનેતાને માફ કરી દીધા હતા અને પછી બંને સારા મિત્રો પણ બની ગયા હતા.

image source

આમ તો ગોવિંદા અને શાહરૂખ ખાને ક્યારેય કોઈ જ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું પણ એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે તેમને દેવદાસ ફિલ્મમાં ચુનીલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પણ ત્યારે એમનું કરિયર સાતમા આસમાને હતું એટલે એક સાઈડ રોલ કરવું એમને યોગ્ય ન લાગ્યું. અને સંજય લીલા ભણસાલી દ્વારા ઓફર કરાયેલો આ રોલ એમને નકારી દીધો હતો.

image source

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન હાલ પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન જલ્દી જ બોલિવુડના જાણીતા નિર્દેશક રાજકુમાર હીરાની સાથેની એક ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ દરમિયાન, શાહરુખ ખાન એક પંજાબી છોકરાની ભૂમિકામાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણ ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ અને હેપી ન્યુ યર જેવી જબરદસ્ત હિટ ફિલ્મો આપ્યા પછી આ ફિલ્મમાં પણ અભિનેતા શાહરુખ ખાન સાથે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version