શાહરૂખ ખાનને ફેન્સએ પૂછ્યું, આટલો બધો સમય તમે બાથરૂમમાં શું કરતાં હોય, તો અભિનેતાએ જવાબ આપ્યો કે…

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને બુધવારે ટ્વિટ દ્વારા તેમના ચાહકો સાથે વાતચીત કરતા જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન ટ્વિટર પર તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપતો જોવા મળ્યો હતો. તેમણે એક કે બે નહીં પણ ઘણાના પ્રશ્નોના જવાબો આપ્યા. આ દરમિયાન જ ચાહકોએ તેમને રમૂજી સવાલો પૂછ્યા અને કિંગ ખાને પણ તે જ રસપ્રદ જવાબો આપ્યા.

image soucre

એક યુઝરે શાહરૂખને પૂછ્યું, તમે બાથરૂમમાં આટલો સમય કેમ વિતાવો છો… તમારે ત્યાં શું કરવાનું છે? આ અંગે શાહરૂખે જવાબ આપ્યો, હું તમને વીડિયો મોકલીશ. તમારી જિજ્ઞાસા અને શીખવાની લલક સ્પર્શ કરે એવી છે. શાહરૂખ ખાનનો જવાબ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ચાહકોએ કિંગ ખાનને છોકરી મેળવવા વિશેની ટિપ્સ પણ માંગી હતી, જેમાં અભિનેતાએ ચાહકોને છોકરીઓને માન આપવાનું કહ્યું હતું. શાહરુખ ખાનને રમતિયાળ છોકરાએ પૂછ્યું હતું, ‘છોકરીને પ્રભાવિત કરવા માટે કેટલીક ટીપ્સ આપો.’ આ સવાલનો જવાબ આપતાં શાહરૂખ ખાને જવાબ આપ્યો કે સૌથી પહેલાં તો આ શબ્દોનો ઉપયોગ કરવાનું બંધ કરો અને છોકરીઓ પ્રત્યે આદર બતાવો.

વર્કપ્રિન્ટ વિશે વાત કરવામાં આવે તો ‘પઠાણ’માં શાહરૂખની સાથે સુપરસ્ટાર સલમાન ખાન પણ જોવા મળશે, જેણે આ ફિલ્મમાં નાનું પાત્ર ભજવ્યું છે અને આ માટે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં શૂટિંગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આનંદ એલ રાયની 2018 ની ફિલ્મ ‘ઝીરો’થી મોટા પડદે દેખાયો નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી. તેણે ગયા વર્ષે ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કર્યું હતું અને માનવામાં આવે છે કે તે પડદા પર પાછો ફરશે.

image socure

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો એ વીડિયોમાં યુએસ નેવી બોન્ડ શાહરૂખની ફિલ્નું ગીત ગાતા હતા. એ વીડિયો શેર કરીને પણ શાહરુખ ખાને પોસ્ટ શેર કરીને લખ્યું, ‘આ વીડિયો શેર કરવા માટે તરનજીત સિંહ સંધુ સર, તમારો આભાર. આ ખૂબ સુંદર છે.

પહેલાંનો સમય યાદ આવી ગયો. ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવા રિકર, પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા, મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય દરેક લોકોનો આભાર.’ આ વીડિયો અમેરિકન નેવીના ચીફ એમ ગિલ્ડે અને ભારતીય રાજદૂત તરનજીત સિંહ સિંધુની ડિનર પાર્ટીનો છે. સ્વદેસ ફિલ્મનાં આ સોંગને મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર એઆર રહેમાને કમ્પોઝ કર્યું હતું.

image soucre

ફિલ્મ ‘સ્વદેસ’ વિશે જો વાત કરવામાં આવે તો એમાં શાહરૂખે NRI મોહન ભાર્ગવનો રોલ પ્લે કર્યો હતો. તે USAમાં NASA માટે કામ કરતો હતો. મોહન પોતાની નેની કાવેરીને મળવા માટે ઇન્ડિયા આવે છે. તે કાવેરીને પણ પોતાની સાથે આવવા કહે છે, પણ તે ના પાડે છે. એ પછી મોહન ગામમાં રહીને લોકોની તકલીફ જોવે છે અને તેનું નિરાકરણ લાવે છે. આ ફિલ્મે ઘણા અવોર્ડ જીત્યા છે. તેમાં બે નેશનલ અવોર્ડ પણ સામેલ છે. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર માટે ઉદિત નારાયણ અને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે મહેશ અનેને અવોર્ડ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!