પોતાના દીકરાને જેલમાં બંધ કરનારા NCBની કામગીરીના શાહરૂખે કેમ કર્યા વખાણ..? NCB આગળ કઇ ઇચ્છા વ્યક્ત કરી..?

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખનો પુત્ર આર્યન છેલ્લા 14 દિવસથી કાયદાના ઘર્ષણમાં આવી ગયો છે.. અને 14 દિવસ બાદ શાહરૂખ ખાન પોતાના દિકરાને મળવા માટે જેલમાં ગયો હતો.. જ્યાં આર્યન ખાન સાથે વાતચીત થઇ અને પછી શાહરૂખે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને આજીજી કરી

image socure

આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાનની દુનિયા ફેરવાઇ ગઇ છે.. તમામ શુટીંગ કેન્સલ કરીને પોતાના દીકરાને બચાવવા માટે કિંગ ખાન દોડધામ કરી રહ્યો છે.. ત્યાં સુધી કે મુંબઇના બે મોટા વકીલોને આર્યનની જામીન માટે લગાવી દીધા છે.. અને ગુરૂવારે તો કિંગ ખાને કર્યા NCBની કામગીરીના વખાણ પણ કરી નાંખ્યા.. સાથે જ દીકરો આર્યન જલ્દી બહાર આવે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી.. બીજી તરફ આર્યનની માતા ગૌરી ખાને ઘરમાં કોઇ મીઠી વસ્તુ નહીં બને તેવો આદેશ આપી દીધો છે.. જ્યાં સુધી દીકરો આર્યન ઘરે પરત ન ફરે ત્યાં સુધી ઘરના તમામ નોકરોને આદેશ છે કે ઘરમાં એકપણ મીઠી વસ્તુ નહીં બને.

ડ્રગ્સ કેસને લઈને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યનની 3 ઓક્ટોબરે ક્રૂઝ શિપથી ધરપકડ કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે એટલે કે ગુરૂવારે NCBની ટીમ શાહુરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી. અહીં તેઓએ શાહરૂખ ખાનને એક નોટિસ આપી હતી.

જાણો કિંગ ખાને શું કહ્યું NCBની ટીમને

જ્યારે NCBની ટીમ મન્નત પહોંચી ત્યારે તેઓએ એક નોટિસ પાઠવી હતી. આ સમયે શાહરૂખ ખાને પોતે NCBની ટીમની પાસેથી નોટિસ લીધી. આ સમયે એક્ટરે ઓફિસર્સને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે પણ તેઓ આશા રાખે છે કે તેમનો દીકરો જલ્દી બહાર આવે.

શું લખ્યું હતું NCBની નોટિસમાં

NCBની નોટિસમાં લખ્યું છે કે જો આર્યનની પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે તો તેમના પરિવારે તેને પણ NCBની પાસે જમા કરાવવાનું રહેશે. શાહરૂખના ઘરે NCBના વીવી સિંગ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સાથે સંબંધિત પેપર વર્ક રહી ગયું છે તેને માટે તેઓ આવ્યા છે. NCBની ટીમ થોડી વારમાં પોતાનું કામ કરીને રવાના થઈ ગઈ.

14 દિવસથી જેલમાં છે આર્યન ખાન

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં ફસાયા બાદથી આર્યન ખાન છેલ્લા 14 દિવસથી જેલમાં છે. જેલમાં આર્યન પરેશાન છે. એડજેસ્ટ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આર્યને વીડિયો કોલની મદદથી શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાન સાથે વાત કરી હતી. આ સમયે તે રડી રહ્યો હતો.

શાહરૂખ ખાન દીકરાને મળવા પહોંચ્યો જેલમાં

image soucre

21 ઓક્ટોબરે શાહરૂખ ખાન આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા તો દીકરાને 15 મિનિટ મળી શક્યા. અહીં તેને જોઈને દીકરો રડવા લાગ્યો અને પિતાને કહ્યું કે તેને જેલનું ખાવાનું ભાવતું નથી. બંનેની વાતચીત સમયે એક કાચની દિવાલની સામે બેસીને ઈન્ટરકોમથી થઈ હતી. મુંબઈની સ્પેશ્યલ કોર્ટે આર્યન, અરબાઝ સહિત 8 આરોપીની ન્યાયિક તપાસ 30 ઓક્ટોબર સુધી વધારી છે.