શક્તિમાનનો આ ફેમસ રોલ કરનાર અભિનેત્રી અત્યારે લાગે છે આવી, તમે ઓળખી પણ નહી શકો

એક સમયે શક્તિમાન નાના બાળકોની સૌથી ફેવરિટ સિરિયલમાની એક હતી. 90ના દશકનાં બાળકોને ‘શક્તિમાન’ આજે પણ યાદ હશે. સિરિયલમાં જોડાયેલાં દરેક કલાકારોનું આ સૌથી મોટું કીર્તિમાન છે. આજે પણ લોકો સિરિયલના કલાકારોને તેમના કેરેક્ટરના નામથી ઓળખે છે. શક્તિમાનનો રોલ કરનાર મુકેશ ખન્નાને તો આપણે સહુ કોઈ ઓળખીએ જ છીએ.

image source

આ ઉપરાંત એવું જ એક કેરેક્ટર હતું ગીતા વિશ્વાસનું, જેને વૈષ્ણવી મહંતે પ્લે કર્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે. તેમના અભિયનથી તેમણે લોકોના મન પર એક અલગ જ છાપ ઉભી કરી છે. 9 સપ્ટેમ્બરે વૈષ્ણવીનો જન્મ દિવસ છે. આ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

વૈષ્ણવીની ઈચ્છા વૈજ્ઞાનિક બનવાની હતી

image source

શક્તિમાનમાં ગીતાના પાત્રથી ફેમસ થનાર વૈષ્ણવીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા હિન્દુ જ્યારે તેમની મા ક્રિશ્ચિયન છે. બાળપણમાં તેમનો પરિવાર હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો હતો. તે સમયે વૈષ્ણવીની ઈચ્છા વૈજ્ઞાનિક બનવાની હતી. પરંતુ તેમના નસીબમાં કઈક અલગ જ લખેલુ હતું. વેકેશનમાં વૈષ્ણવી મુંબઈ આવતી રહેતી હતી. અહીં તેમને રામસે બ્રધર્સની હોરર ફિલ્મ ‘વીરાના’માં કામ કરવાની તક મળી. ત્યારે વૈષ્ણવીની ઉંમર 14 વર્ષની હતી.

વૈષ્ણવીએ અભિનય ક્ષેત્રાં જ કરિયર બનાવવાનું વિચાર્યું

image source

મુંબઈ આવ્યા બાદ વૈષ્ણવીએ અભિનય ક્ષેત્રાં જ કરિયર બનાવવાનું વિચાર્યું હતું. તેમણે બોલિવૂડની ખ્યાતનામ ‘લાડલા’, ‘બંબઈ કા બાબૂ’, ‘દાનવીર’, ‘દાનવીર’, સહિત અન્ય ફિલ્મો કરી હતી. આ ઉપરાંત વૈષ્ણવીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. જોકે, તેમને ફિલ્મોમાં ખાસ સફળતા મળી નહીં.

997માં શક્તિમાન સિરિયલમાં રોલ મળ્યો

image source

90 દાયકમાં તેમની એન્ટ્રી ટીવી સિરિયલમાં થઈ. વર્ષ 1997માં શક્તિમાનનું ટેલિકાસ્ટ દૂરદર્શન પર થયું. આ સિરિયલમાં ગીતા વિશ્વાસનો રોલ પ્લે કરતી વૈષ્ણવી એટલી ફેમસ થઈ ગઈ કે તે આજે પણ તેમના કેરેક્ટરના નામથી ઓળખાય છે. તેમની સફળતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે, જ્યારે તેમના કેરેક્ટરને સિરિયલમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે પ્રશંસક, મેકર્સે તેમને પાછા લાવવાની ડિમાન્ડ કરવા લાગ્યા હતાં. સિરિયલમાં વૈષ્ણવી એક પત્રકારનો રોલ પ્લે કરતી હતી જેને પહેલીવાર દુનિયાને શક્તિમાનનો પરિચરય કરાવ્યો હતો.

શક્તિમાન સિવાય અનેક સિરિયલમાં વૈષ્ણવીએ કામ કર્યું

image source

આ ઉપરાંત વૈષ્ણવીએ ‘શક્તિમાન’ સિવાય ‘છૂના હૈ આસમાન’, ‘સપને સુહાને લડકપન કે’, ‘ટશન હૈ ઇશ્ક’, ‘યહ ઉન દિનો કી બાત હૈ’, ‘હમ પાંચ ફિર સે’, ‘કસૌટી જિંદગી કી’, ‘એક લડકી અનજાની સી’, ‘દિલ સે દિલ તક’ અને ‘મિટેગી લક્ષ્મણ રેખા’ સહિતની સિરિયલમાં કામ કર્યું છે. વૈષ્ણવી અત્યારે સતત ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત