Site icon News Gujarat

કોરોનાના કેસો વધતા અમદાવાદમાં ફરી શાળાઓ ખોલવા પર લાગ્યું પ્રશ્નાર્થ, દરેક વાલીઓ ખાસ જાણી લેજો આ માહિતી, કારણકે..

ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા આગામી સમયમાં હજુ પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. હાલમાં રાજ્યમાં દૈનિક 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના બે મુખ્ય શહેરોનામા અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ સૌથી વધુ આવી રહ્યા છે.

image source

ત્યારે ગુજરાત સરકારે રાજ્યનાં આઠ મહાનગરોમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ 10મી એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. તો બીજી તરફ હાલમાં કોરોનાના કેસોને જોતા આગામી 10મી એપ્રિલ બાદ પણ શાળઓ ફરી શરૂ થાય તેવા કોઈ એંધાણ હાલમાં સામે આવી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની જેમ હાલમાં શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ શાળા બંધ થતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે, ત્યારે હવે સવાલ એ થાય કે પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો કેવી રીતે કારણ કે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગયા વર્ષ કરતા પણ વધુ ભયાવહ છે. તો બીજી તરફ આ પરિસ્થિતિ અંગે મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે કહ્યું કે, શાળાઓ 10 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે,

image source

પરંતુ કોરોનાના કેસોની સંખ્યાને જોતાં હાલમાં શાળા શરૂ કરી શકાય તેમ નથી. જો કે સરકાર તરફથી કોઈ આદેશ આવશે તો શાળા ફરીથી શરૂ કરવામાં આવશે, અને જ્યા સુધી નવો આદેશ ન આવે ત્યા સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ જ કરવો પડશે અને પરીક્ષા પણ ઓનલાઇન લેવાશે તેમ તેમણે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળા ખોલવામાં હતી, જેના કારમે ધોરણ 10 અને 12, PG અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી પણ આપવામાં આવી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ધોરણ 9થી 12ની શાળા અને કોલેજો ખોલ્યા બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં ફસ્ટ ઈયરનાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની એનાઉન્સ કર્યુ હતું.

તો બીજી તરફ આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેથી આગમચેતી રૂપે વિદ્યાર્થીઓને કોરોનાના ચેપથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, તો બીજી તરફ અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. તમને જણાવી દઈએ કે હાલની સ્થિતિને જોતાં આવનારા સમયમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન કેટલાક નવા નિયમો પણ ઉમેરવામાં આવે તેવી પુરી શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version