Site icon News Gujarat

શમિતાને લગ્ન માટે આવી રીતે પ્રપોઝ કરશે રાકેશ બાપટ, કહી નાખી દિલની બધી વાત

આપણે બધા જાણીએ છીએ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ પ્રેક્ષકો વચ્ચે કેટલો હિટ છે. તેની પાછળ બિગ બોસના ઘરમાં રહેતા સ્પર્ધકો વચ્ચે યુદ્ધ અને પ્રેમના કિસ્સા હોય છે. આ શોમાં અત્યાર સુધી ઘણા સ્પર્ધકોએ એકબીજા પ્રત્યેના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કર્યો છે. હવે આ વખતના શોમાં પણ રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી વચ્ચેનો રોમાંસ બિગ બોસના OTT પ્લેટફોર્મથી જ શરૂ થઈ ગયો હતો, જે હવે ટીવી પર પણ ચાલુ છે, કારણ કે રાકેશ બાપટ પણ વાઈલ્ડ કાર્ડ સાથે શોમાં પ્રવેશ્યા છે. પણ શોમાં એન્ટ્રી કરતા પહેલા એમને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં એમને શમિતા શેટ્ટીને લઈને પોતાના દિલની બધી વાતો કહી દીધી હતી.

image soucre

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીનો પ્રેમ કેટલો ગાઢ છે તે બધા જોઈ રહ્યા છે. એવામાં ક્યાંક ને ક્યાંક દર્શકો એ વાતની પણ રાહ જોઈ રહ્યા છે કે રાકેશ નેશનલ ટીવી પર જ શમિતા સામે પોતાના પ્રેમનો એકરાર કરે. જો તમે પણ આની રાહ જોઈ રહ્યા છો અથવા એવું કંઈક બનવાની અપેક્ષા કરી રહ્યાં છો, તો તમને જણાવી દઈએ કે આવું કંઈ થવાનું નથી, કારણ કે રાકેશ બાપટે પોતે કહ્યું છે કે તેઓ નેશનલ ટીવી પર શમિતાને લગ્ન માટે પ્રપોઝ નહીં કરે. તેમ ન કરવા પાછળનું કારણ પણ રાકેશે જણાવ્યું હતું.

ઈન્ટરવ્યુ દરમિયાન રાકેશ બાપટને પૂછવામાં આવ્યું હતું કે બિગ બોસના ઘરમાં માઈશા અને ઈશાન સેહગલના રોમાંસ માટે ઘણી ટીકા થઈ હતી. હવે તમે અને શમિતા પણ આ શોમાં સાથે હશો. તો શું તમારા બંને વચ્ચે કંઈક આવું જ થશે?

image socure

આ પ્રશ્નના જવાબમાં રાકેશ બાપટે કહ્યું, “હું અને શમિતા એક કપલ તરીકે શોમાં આવીશું, પરંતુ સાથે જ પોતપોતાની ગેમ પણ રમીશું. પરંતુ એ નિશ્ચિત છે કે અમે એકબીજાની વિરુદ્ધ નહીં રહીએ. જ્યાં સુધી ઈશાન અને માયશાની વાત છે, તેમનો રોમાંસ અને PDA ઓર્ગેનિક લાગતું ન હતું. મારી અને શમિતા વચ્ચે કોઈ જબરદસ્તી ન હતી. હું આ રીતે કોઈની સાથે મારો મોહ અને લગાવ બતાવવા માંગતો નથી. શમિતા અને હું ખૂબ જ પ્રાઇવેટ પર્સન છીએ. નેશનલ ટેલિવિઝન પર જનતાને કેટલું બતાવવાનું છે તે જાણીએ છીએ.”

image soucre

જ્યારે રાકેશને પૂછવામાં આવ્યું કે, શું તે શમિતાને નેશનલ ટીવી પર લગ્ન માટે પ્રપોઝ કરશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, હું ક્યારેય શમિતાને નેશનલ ટીવી પર લગ્ન માટે પ્રપોઝ નહીં કરું. આ એક ખૂબ જ પ્રાઇવેટ ઇમોશન છે. જ્યારે પણ તે થશે, તે શોમાં નહીં આવે. શોની બહાર જ થશે. અમારા બંને માટે આ ખૂબ જ સ્પેશિયલ મોમેન્ટ હશે.”

તમને જણાવી દઈએ કે નેહા ભસીન સાથે રાકેશ બાપટની ‘બિગ બોસ’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. શોમાં રાકેશને જોઈને શમિતા રડવા લાગી. હવે જ્યારે રાકેશ અને શમિતા શોમાં સાથે હશે, ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે તેમનો પ્રેમ શોમાં શું રંગ લાવે છે.

Exit mobile version