આર્યન ખાન, અનન્યા પાંડે બાદ હવે શું શનાયા કપૂરનો વારો..? કેમ શનાયાના નામની ચર્ચા છે..?

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક બાદ એક સ્ટાર કિડના નામ સામે આવી રહ્યા છે.. સૌથી પહેલા બોલિવૂડના કિંગખાન શાહરૂખનો પુત્ર આર્યન ખાન ઝડપાયો.. અને ત્યાર બાદ ચંકી પાંડેની દીકરી અનન્યાને બે દિવસથી NCB ઓફિસ પૂછપરછ માટે બોલાવાઇ રહી છે.. હજી સોમવારે પણ અનન્યાને NCB ઓફિસ જવાનુ છે.. અને હવે NCBની રડારમાં છે શનાયા કપૂર.. જે સંજય કપૂરની દીકરી છે..

આર્યનની ચેટ ખોલી રહી છે રાઝ

નિકટના મિત્રોને NCB કરી રહી છે પૂછપરછ

image soucre

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે આર્યન ખાનની ચેટના આધારે તેના નિકટના મિત્રો પર સકંજો કસી રહી છે. સૌ પહેલાં અનન્યા પાંડેનું નામ આવ્યું હતું અને 21 ઓક્ટોબરના રોજ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. અનન્યા પાંડેની બીજા દિવસે (22 ઓક્ટોબર) પણ NCBની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, આ કેસમાં હવે નવું નામ સામે આવ્યું છે અને તે છે સંજય કપૂરની દીકરી શનાયાનું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી જે એક્ટ્રેસનું નામ સામે આવ્યું હતું તે શનાયા જ છે. શનાયા પણ અનન્યાની જેમ આર્યન ખાનની સારી મિત્ર છે.. અને માટે જ તે NCBની રડારમાં છે.

NCBની નજર શનાયા પર

image socure

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NCBની નજર હવે શનાયા કપૂર પર છે. ક્રૂઝ રેવ પાર્ટી કેસમાં NCB હવે જાન્હવી કપૂર- સોનમ કપૂરની કઝિન શનાયા કપૂરને પૂછપરછ માટે બોલાવી સકાય છે. NCB ટૂંક સમયમાં જ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. આર્યન, અનન્યા તથા શનાયા ખાસ મિત્રો છે.

શનાયાને પણ કરન જોહર લૉન્ચ કરશે

image socure

શનાયા કપૂર ફિલ્મમેકર કરન જોહરની આગામી ફિલ્મથી ડેબ્યૂ કરશે. જોકે, હજી સુધી આ ફિલ્મનું નામ નક્કી નથી. શનાયાએ કરન જોહરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મમાં જાન્હવી ગુંજનના રોલમાં હતી.

અનન્યાની 2 કલાક પૂછપરછ થઈ

image socure

NCBએ વ્હોટ્સએપ ચેટને આધારે અનન્યાના ઘરે દરોડા પાડ્યા હતા અને સમન્સ પાઠવ્યું હતું. ચાર વાગે અનન્યા NCBની ઓફિસ આવી હતી અને અહીંયા બે કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે સવા છએ ઓફિસની બહાર આવી હતી. અનન્યા પપ્પા ચંકી પાંડે સાથે આવી હતી.