Site icon News Gujarat

યે ક્યા: ચીનના એક રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ પર ભારતીય રાજકુમારીની તસવીરથી લોકો ગરમાયા, જાણો ફરિયાદ થયા પછી શું થયુ આ તસવીરનું

ચીનના એક રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ પર હતી ભારતીય રાજકુમારીની તસ્વીર – ફરિયાદ કરતા હટાવવી પડી

image source

ચીન મોટી મોટી બ્રાન્ડની ડૂપ્લીકેટ કોપી બનાવવા માટે ખૂબ જાણીતું છે. અને કહેવાય છે કે ચીનમાં વિશ્વભરની નામી બ્રાન્ડની ડુપ્લીકેટ વસ્તુઓ ખૂબ જ સરળ રીતે મળી જાય છે. ત્યાં તમને મેકડોનાલ્ડનું ડુપ્લીકેટ રેસ્ટોરન્ટ પણ મરી જશે. પણ આ વખતે ચીનની એક રેસ્ટોરન્ટે પોતાના મેનુ કાર્ડમાં ભારતની એક વગદાર હસ્તીની દીકરીની તસ્વીર છાપીને મોટી ભૂલ કરી દીધી છે.

ચીનના શાંઘાઈ શહેરમાં આવેલી એક રેસ્ટેરન્ટના મેનુ કાર્ડમાં ઉત્તર પ્રદેશના રામપુરના નવાબી ખાનદાનની રાજકુમારી મેહરુન્નિસા ખાનની તસ્વીરને તાજેતરમા હટાવી દેવામા આવી છે. વાસ્તવમાં આ તસ્વીરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

image source

વાસ્તવમા, ચીનના શાંઘાઈ શહેરના એક રેસ્ટોરન્ટમાં રામપુરના નવાબ સૈયદ રઝા અલી ખાનની દીકરી રાજકુમારી મેહરુન્નિસા ખાનની તસ્વીર મુગલાઈ વ્યંજનોની સાંસ્કૃતિક પૃષ્ટભુમિને પ્રદર્શિત કરવા માટે મેન્યુ કાર્ડમાં છાપી હતી.

પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે આ મામલાને લઈ નવાબ ખાનદાનના વારિસ કાઝિમ અલીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલા પર તેમણે ચીનમાંના ભારતીય દૂત વિક્રમ મિસ્ત્રી અને ચાઈનીઝ રાજદૂતને પત્ર પણ લખ્યો હતો. તેણે આ તસ્વીરને હટાવવાની માંગ કરી હતી.

image source

ત્યાર બાદ રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ પરથી તસ્વીર હટાવી લેવાઈ હતી. રેસ્ટોરન્ટના માલિકે શાહી પરિવારની ભાવનાઓને દુઃખ પહોંચાડવા માટે માફી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં તેવું ક્યારેય નહીં થાય તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

મળેલા અહેવાલ પ્રમાણે ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ પૂર્વ મંત્રી નવાબ કાઝિમ અલી ખાં દ્વારા 10 જૂનના રોજ એક પત્ર લખ્યો હતો જેનો જવાબ તેમને 12 જૂને મળ્યો હતો. તેમણે લખ્યું હતું કે શાંઘાઈમાં અમારાઅધિકારીએ રેસ્ટોરન્ટના માલિકને જાણકારી આપી છે અને ફરિયાદ કરી છે. માલિકે ખાતરી આપી હતી કે રેસ્ટોરન્ટના મેન્યુ કાર્ડ પરથી તસ્વીર હટાવી લેવામાં આવી છે.

image source

ચીન સાથે પહેલેથી જ ભારતના સંબંધ બરાબર નથી. હાલ બોર્ડર પર પણ આપણી અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છો. તેમાં પણ તેનો સાથ દેવા માટે નેપાળ પણ ભળ્યું છે. આમ ઉત્તરની તરફથી હવે આપણે પાકિસ્તાન ચીન અને નેપાળ જેવા ભારત વિરોધી રાષ્ટ્રોથી ઘેરાઈ ગયા છે. ભવિષ્યમાં આ કારણસર ભારતની સ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હાલ નાના નાના છમકલા ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થઈ રહ્યા છે. તાજેતરમાં ચીન સાથેની અથડામણમાં ભારતના એક અધિકારી અને બે સૈનિકો પણ શહીદ થયા છે.

image source

એક બાજું કોરોના વાયરસની મહામારીમાંથી ભારત ઉંચુ નથી આવી રહ્યું તેમ બીજી બાજુ ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો પણ વકરી રહ્યા છે. ભારતમાં હાલ ખરેખર કટોકટીની સ્થીતી ચાલી રહી છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version