જાણો કયા 5 લોકોથી ડરે છે શનિ દેવ…

શનિદેવને પણ લાગે છે ભય.:

image source

સૂર્યપુત્ર શનિ દેવ વિષે કહેવામાં આવે છે કે, શનિ દેવનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો છે અને ગ્રહદશા કોઈને પણ બરબાદ કરી શકે છે. પરંતુ આવું બધાની સાથે થતું નથી. શનિદેવ ફક્ત એવા વ્યક્તિઓને જ તકલીફ આપે છે, જે વ્યક્તિઓના કર્મ સારા હોતા નથી.

શનિદેવ ન્યાયના દેવતા છે આ જ કારણ છે કે, ભગવાન શિવએ શનિદેવને નવગ્રહોમાં ન્યાયાધીશનું કાર્ય સોપવામાં આવ્યું છે. પરંતુ શું આપ જાણો છો કે, તેઓ શનિદેવ જેમના પ્રકોપથી આખી દુનિયા ભયભીત છે તેવા શનિદેવ પોતે પણ આ પાંચથી ભય પામે છે…

એટલા માટે તલથી પૂજા થાય છે શનિદેવની.:

image source

પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે, શનિ મહારાજ ભગવાન સૂર્ય અને સૂર્ય દેવની બીજી પત્ની છાયાના પુત્ર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એકવાર ગુસ્સામાં સૂર્યદેવએ પોતાના જ પુત્ર શનિને શ્રાપ આપીને તેમના ઘરને બાળી નાખ્યું હતું. ત્યાર પછી સૂર્ય દેવને મનાવવા માટે શનિએ કાળા તલથી પોતાના પિતા સૂર્યની પૂજા કરી તો સૂર્યદેવ પ્રસન્ન થયા. આ ઘટના બની ગયા પછી તલથી શનિદેવ અને શનિદેવના પિતા સુર્યદેવની પૂજા કાળા તલથી થવા લાગી.

હનુમાનજીથી ડરે છે શનિદેવ.:

image source

માનવામાં આવે છે કે, શનિદેવ પવનપુત્ર હનુમાનજીથી પણ ખુબ જ ડરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, હનુમાનજીના દર્શન અને હનુમાનજીની ભક્તિ કરવાથી શનિ ગ્રહના બધા દોષ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ હનુમાનજીની નિયમિત રીતે પૂજા કરે છે, તો એમના પર શનિની ગ્રહદશાનો કોઈ ખાસ પ્રભાવ પાડી શકતો નથી.

કૃષ્ણજીથી ડરે છે શનિદેવ.:

image source

ભલ ભલાને પોતાની લીલાથી પાઠ ભણાવનાર ભગવાન શ્રીકૃષ્ણને શનિદેવના ઇષ્ટ માનવામાં આવે છે. એક માન્યતા એવી છે કે, પોતાના ઇષ્ટના એકવાર દર્શન પામવા માટે શનિદેવએ કોકિલામાં તપસ્યા કરી હતી. શનિદેવની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણજીએ કોયલના રૂપમાં દર્શન આપ્યા. ત્યારે શનિદેવએ કહ્યું હતું કે, તેઓ હવેથી ભગવાન શ્રીકૃષ્ણજીના ભક્તોને હેરાન કરશે નહી.

પીપળાથી ભયભીત રહે છે શનિદેવ.:

image source

પૌરાણિક કથાઓની માન્યતા મુજબ, શનિદેવને પીપળાના વ્રુક્ષથી પણ ડર લાગે છે. એટલા માટે શનિવારના રોજ પીપળાના વ્રુક્ષની નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પીપ્લાદી મુનિના નામનું જાપ કરે છે અને પીપળાની પૂજા કરેશે, તેમના પર શનિગ્રહની દશાનો વધારે પ્રભાવ થશે નહી.

પત્નીથી પણ ડરે છે શનિદેવ.:

image source

શનિ મહારાજ પોતાની પત્નીથી ભયભીત રહે છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં શનિની દશામાં શનિની પત્નીના નામના મંત્ર જાપ કરવાને પણ શનિનો એક ઉપાય માનવામાં આવે છે. તેની કથા કઈક આવી છે કે, એક સમયે શનિની પત્ની ઋતુ સ્નાન કરીને શનિ મહારાજની પાસે આવે છે. પરંતુ શનિદેવ પોતાના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણના ધ્યાનમાં લીન શનિ મહારાજએ પોતાની પત્ની તરફ જોયું નહી. શનિદેવનું આવું વર્તન જોઇને શનિદેવની પત્ની ક્રોધિત થઈ જાય છે શનિદેવને શ્રાપ આપી દીધો હતો.

ભગવાન શીવથી પણ ડરે છે શનિદેવ.:

image source

પિતા સૂર્યદેવના કહેવાથી શનિદેવના નાનપણમાં એકવાર પાઠ શીખવાડવા માટે ભગવાન શિવજીને શનિ પર પ્રહાર કર્યો હતો. શનિદેવ એનાથી બેહોશ થઈ ગયા તો પિતા સૂર્યદેવની વિનંતી કરવાથી ભગવાન શિવજીએ પાછા શનિને યોગ્ય કરી દીધા. ત્યારથી માન્યતા છે કે, શનિદેવ ભગવાન શિવજીને પોતાના ગુરુ માનીને તેમનાથી ડરવા લાગે છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત