શનિદેવના પ્રકોપથી બચવા માટે કરો આટલું, તેમજ કૃપા મેળવવાનો આ છે સરળ ઉપાય, જાણી લો બન્ને રીતો

શનિવારે શનિદેવને ખાસ રીતે પૂજવામાં આવે છે. જીવનમાં પણ શનિદેવું ખુબ મહત્વ રહેલું છે. ત્યારે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરતાં હોય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવને પ્રસન્ન કરવાની કેટલીક સૌથી સરળ રીત જણાવવામાં આવી છે, તેના માટે તમારે થોડી સાવચેતીઓ રાખવાની જરૂર છે. જો તમે સાવચેતી રાખો છો, તો તેનાથી શનિદેવની કૃપા દૃષ્ટિ તમારી ઉપર કાયમ બની રહેશે, અને શનિદેવ તમને ક્યારેય પરેશાન નહિ કરે. પણ સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો શનિદેવની ખરાબ દૃષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય, તો તે વ્યક્તિના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે.

image source

જો વાત કરીએ તો કહેવામાં આવે છે કે વ્યક્તિ ભલે ગમે તેટલા પ્રયત્ન કરી લે, પણ શનિદેનો પ્રકોપ હોય તો તેને પોતાના કામકાજમાં સફળતા નથી મળતી. તેના જીવનમાં ખરાબ સમય શરૂ થઈ જાય છે. આ કોઈ માત્ર વાતો નથી, આ પૃથ્વી પર એવા લોકો પણ છે કે જે શનિદેવની પીડાથી પીડાઈ રહ્યા છે અને જીવનમાં પરેશાન છે. પરંતુ આમાથી તમારે બચવું હોય તો આજે અમે તમારા માટે એક ખાસ સમાચાર લઈને આવ્યા છીએ કે જે એમાંથી તમને બચાવશે.

image source

જો શનિના પ્રકોપથી બચવું હોય તો તમે શનિવારના દિવસે ચાંદીના ઘરેણાં ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપો. કારણ કે, તેના કારણે તમારે ધનહાનિનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં તેનાથી તમારી ઉપર દેવું વધવાની પણ શક્યતા વધે છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તમે ભૂલથી પણ શનિવારના દિવસે તાંબાના વાસણનું દાન ન કરો, કારણ કે તેના કારણે વ્યાપારમાં ખોટ આવે છે.

image source

આ સિવાય જો વાત કરીએ કે શનિદેવનો પ્રકોપ ન ભોગવવો હોય તો શનિવારના દિવસે સફેદ મોતી ખરીદીને કોઈને પણ ભેટમાં ન આપો. નહિ તો તેના કારણે મશીનોથી દુર્ઘટના થવાની શક્યતા વધે છે. શનિવારે ચમેલીનું અત્તર ખરીદવું જોઈએ નહિ, કારણ કે તેનાથી શારીરિક રોગ ઉપજે છે. અને તમારે આ દિવસે કોઈને ચમેલીનું અત્તર ભેટમાં પણ આપવું નહિ. બસ આટલું ધ્યાન રાખો તો શનિ ક્યારેય તમારા પર પ્રકોપ નહીં થાય અને જીવનમાં શાંતિ મળશે.

image source

આ વાત થઈ તેના પ્રકોપથી બચવા માટેના ઉપાયની, એ જ રીતે આજે અમે તમને શનિદેવની કૃપા મેળવવા માટે કયા કામ કરવા એ જાણીએ તો ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવને પ્રસન્ન કરવાની આ સૌથી સરળ રીત જણાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો તમે દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો છો, તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. જે લોકો નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, વિશેષ રૂપથી જો તમે શનિવારના દિવસે બંને સમયે એટલે કે સવારે અને સાંજે તેનો પાઠ કરો છો, તો તેનાથી શનિદેવ તમને પરેશાન નહિ કરે.

image source

આ સાથે જ કૃપા માટે શું કરવું એની વાત કરવામાં આવે તો જો તમે શનિવારે સવારના સમયે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો છો, તો તેનાથી શનિ પીડાથી મુક્તિ મળે છે. તેમજ એક વાત એવી પણ છે કે તમે શનિવારના દિવસે શનિદેવ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે કાળી અડદ, તલ, કાળા કપડાં વગેરેનું દાન કરો. તમે આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો, તેનાથી શનિદેવ પ્રસન્ન થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ