જાણી લો આ વર્ષે ક્યારે છે શનિ જયંતિ, અને શું છે એનું મહત્વ, શનિ જયંતિ પર આ રીતે કરો પૂજા વિધિ..

આ વર્ષે શનિ જયંતિ 10 જૂનના રોજ છે. હિન્દૂ પંચાગ અનુસાર દર વર્ષે જેઠ મહિનાની અમાસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. માન્યતા અનુસાર શનિદેવ ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર છે. શનિ જયંતીના દિવસે શનિ મહારાજની વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે. શનિ દોષના શાંતિ ઉપાય માટે જેઠ અમાસના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

image source

શનિ જયંતીના શુભ મુહૂર્ત.

  • અમાસ તિથિ પ્રારંભ- જૂન 9, 2021ના રોજ બપોરે 1 57 વાગ્યાથી.
  • અમાસ તિથિ સમાપ્ત- 10 જૂન, 2021ના રોજ સાંજે 4: 22 વાગ્યા સુધી.
image source

શનિ જયંતીની પૂજા વિધિ.

  • સવારે સૂર્યોદય પહેલા ઉઠીને નિત્યક્રમ અને સ્નાન કરો.
  • એ પછી વ્રત અને પૂજાનો સંકલ્પ કરો.
  • પૂજા સ્થળ પર શનિદેવની મૂર્તિ સ્થપિત કરો.
  • શનિ દેવને તેલ, ફૂલ, માળા વગેરે ચડાવો.
  • એ પછી તેલનો દીવો કરો.
  • શનિ ચાલીસાના પાઠ કરો.
  • હવે આરતી કર્યા પછી હાથ જોડીને પ્રણામ કરો.
  • છેલ્લે બધાને પ્રસાદ વહેંચો.
  • શનિદેવ સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરો.
image source

શનિ જયંતિનું મહત્વ.

શનિ જયંતીના દિવસે શનિ દેવની પૂજા કરવાથી જાતકો પર શનિ દેવની ખરાબ દ્રષ્ટિ નથી પડતી અને શનિ દોષમાંથી છુટકારો મળે છે. શનિ દેવને કર્મ ફળદાતા પણ કહેવામાં આવે છે. એ વ્યક્તિઓને એમના કર્મો અનુસાર જ ફળ આપે છે. શનિ જયંતિના દિવસે ન્યાયના દેવતાની પૂજા કરવાથી જાતકોને શનિદોષ, અઢી, સાડા સાતીના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે.

image source

શનિદેવની જન્મ કથા.

પૌરાણિક માન્યતા અનુસાર સૂર્ય દેવના લગ્ન સંજ્ઞા સાથે થયા હતા. પણ સંજ્ઞા સૂર્ય દેવનું તેજ સહન નહોતી કરી શકતી. જ્યારે સંજ્ઞા માટે સૂર્ય દેવનું તેજ સહન કરવું મુશ્કેલ થવા લાગ્યું તો સંજ્ઞા પોતાના પડછાયા છાયાને સૂર્યદેવ પાસે છોડીને જતી રહી. એ દરમિયાન સૂર્યદેવને પણ છાયા પર જરાય શક ન પડ્યો. બંને ખુશી ખુશી જીવન જીવવા લાગ્યા. જ્યારે શનિદેવ છાયાના ગર્ભમાં હતા તો એ સમયે છાયા ખૂબ તપસ્યા, વ્રત ઉપવાસ વગેરે કરતી હતી.

image source

કહેવાય છે કે એમના વધુ વ્રત ઉપવાસ કરવાના કારણે શનિદેવનો રંગ કાળો થઈ ગયો. જયારે શનિદેવનો જન્મ થયો તો સૂર્યદેવ એમના આ સંતાનને જોઈને હેરાન થઈ ગયા. એમને શનીને કાળા રંગને જોઈને એને અપનાવવાની ના પાડી દીધી અને છાયા પર આરોપ લગાવ્યો કે એ એમનો પુત્ર ન હોઈ શકે, લાખ સમજાવ્યા છતાં સૂર્યદેવ ન માન્યા. પોતાના અને પોતાની માતાના અપમાનના કારણે શનિદેવ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખવા લાગ્યા. આજે પણ બન્ને વચ્ચે શત્રુભાવ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ