Site icon News Gujarat

જાણો મહારાષ્ટ્રના શનિવાર વાડા વિશે, જ્યાં બની છે અનેક ઘટનાઓ એવી કે…

ભારતના અનેક શહેરો એવા હશે અને ત્યાં રહેતા વિવિધ ધર્મ – જાતિના લોકો લગભગ શનિવાર વાડા વિષે નહિ જાણતા હોય પરંતુ મરાઠી લોકો શનિવાર વાડાના નામથી ખુબ પરિચિત છે.

image source

અસલમાં શનિવાર વાડા એ એક ઐતિહાસિક મહેલ છે જે એક સમયે મરાઠા સામ્રાજ્યની આન બાન અને શાન ગણાતો પરંતુ આજથી લગભગ 246 વર્ષ પહેલા આ મહેલમાં એક એવી ઘટના ઘટી હતી જેને હજુ સુધી ભૂલી શકાય નથી. આ ઘટનાને કારણે જ અમુક લોકો આ મહેલને રહસ્યમયી મહેલ માને છે. તો શું છે શનિવારના વાડાનું રહસ્ય ? ચાલો જાણીએ.

image source

શનિવાર વાડા મહારાષ્ટ્રના પુણે ખાતે સ્થિત છે જેનું નિર્માણ મરાઠા – પેશવા સામ્રાજ્યને ટોચ સુધી પહોંચાડનારા એવા બાજીરાવ પેશવાએ કરાવ્યું હતું. વર્ષ 1732 માં આ મહેલ બનીને સંપૂર્ણ તૈયાર થઇ ગયો હતો. કહેવાય છે કે એ સમયે આ મહેલ બનાવવા પાછળ લગભગ 16 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો અને તે સમયમાં આ રકમ અતિ ભારે અને મૂલ્યવાન ગણાતી. એ સમયે આ મહેલમાં લગભગ 1000 જેટલા લોકો રહેતા હતા.

image source

હવે વાત આ મહેલનું નામ શનિવાર વાડા કેમ પડ્યું તેની કરીએ તો તેની પાછળનું કારણ સાવ સામાન્ય છે અને તે એ કે આ મહેલના નિર્માણનો પાયો શનિવારે નખાયો હતો. આ મહેલ લગભગ 85 વર્ષ સુધી પેશ્વાઓના અધિકારમાં રહ્યો અને વર્ષ 1818 માં અંગ્રેજોએ તેના પર કબ્જો કર્યો અને ભારતની આઝાદી સુધી મહેલ અંગ્રેજોના કબ્જામાં જ રહ્યો.

image source

કહેવાય છે કે આ મહેલમાં 30 ઓગસ્ટ 1773 ની એક રાત્રીએ 18 વર્ષીય નારાયણ રાવની એક ષડયંત્ર રચી હત્યા કરી દેવામાં આવી હતી. નારાયણ રાવ મરાઠા સામ્રાજ્યનો નવમો પેશવા હતો અને તેના કાકાએ જ તેની હત્યા કરાવી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આજે પણ અમાવસ્યાની રાત્રીએ મહેલમાં બચાવો.. બચાવો.. ના દર્દભર્યા અવાજો સંભળાય છે જે મૃતક નારાયણ રાજનો અવાજ હોય છે.

image source

શનિવાર વાડા સાથે જોડાયેલું અન્ય એક રહસ્ય પણ છે જે આજદિન સુધી વણઉકેલ્યું છે અને તે મુજબ વર્ષ 1828 માં મહેલમાં ભયંકર આગ લાગી હતી અને તે સતત સાત દિવસ સુધી સળગતી રહી હતી. આગને કારણે મહેલનો ઘણો ખરો ભાગ બળી ગયો હતો. આ આગ કઈ રીતે લાગી હતી એ પ્રશ્નનો જવાબ ક્યારેય ન મળી શક્યો અને તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version