સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણમાં આવ્યો ગરમાવો, બાપૂ જોડાઈ શકે છે આ પાર્ટીમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારને લઈને એડીચોટીનું જોર લગાવી રહી છે. ઘણી સીટોના ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. એવામાં ગુજરાતના રાજકારણમાં હડકંપ મચે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઘર વાપસી થઈ શકે છે એટલે કે તેઓ ફરીવાર કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. આ અંગે સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહને પક્ષમાં પરત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા હોવાની વાત સામે આવી છે.

image source

હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાવ

તો બીજી તરફ કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પર મહોર લગાવશે ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે. આ અંગે શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી મને વાતચીત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચા કરીશ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે કોંગ્રેસમાં જોડાઈશ.

આ અંગે વધુ વાત કરતા શંકરસિંહે કહ્યું કે, જ્યારે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું અવસાન થયું અને તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો ત્યારે હું પણ ત્યા હાજર હતો. આ દરમિયાન ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે, હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ.

મને દિલ્હી બોલાવશે તો હું જરૂર જઈશ.

image source

જો કે તે સમયે રાજકારણની ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. તેમણે વધુમાં કહ્યું કે, ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાવ.

તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સારા સંબંધો છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ, આવી વાતચીત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર ત્યાં જઈશ.

image source

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, આવનારા દિવસોમાં ભાજપ સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિનાશરતે કોંગ્રેસમાં જઈશ.

2019માં NCPમાં જોડાયા હતા

image source

તમને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલા આ પહેલા ઘણી પાર્ટી બદલી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે બાપુ સૌ પહેલા ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરી હતી. ત્યાર બાદ શંકરસિંહે ભાજપથી અલગ થઈ રાજપાની સ્થાપના કરી હતી અને પોતાના નવા પક્ષમાં સફળતા ન મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કેન્દ્ર સરકારમાં કાપડમંત્રી પણ બન્યા હતા.

image source

નોંધનિય કે શંકરસિંહ કોંગ્રેસમાં પણ લાંબુ ચક્યા ન હતા અને 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસનો હાથ છોડી ફરી નવો પક્ષ બનાવ્યો હતો જેનું નામ જન વિકલ્પ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે તેમા પણ બાપુને સફળતા મળી ન હતી. ત્યાર બાદ શંકરસિંહે જૂન 2019માં NCPમાં જોડાયા હતા.નોંધનિય છે કે એનસીપીમાં પણ બાપુ લાંબુ ટક્યા નહોતા અને માત્ર એક વર્ષના ટૂકાગાળામાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત