જાણો શ્રાવણ મહિના દરમિયાન રાશિ પ્રમાણે કેવી રીતે કરશો શુભ કામ

૨૧ જુલાઈથી શ્રાવણ પવિત્ર મહિનો શરૂ થશે ત્યારે, રાશિ પ્રમાણે શિવલિંગ ઉપર જળ, આંકડાના ફૂલ અને ધતૂરો ચઢાવવો શુભદાયી નિવડશે

શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિવજીની ઇચ્છાથી આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી છે. એટલાં માટે જ, ઘણાં લોકો ઘરમાં શિવલિંગ અને શિવજીની તસવીર કે મૂર્તિ રાખે છે. શિવજી ઝડપથી પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે. ૨૧ જુલાઈથી મંગળવાર ૧૮ જુલાઇ સુધી શ્રાવણ મહિનો શરૂ થાય છે.

આ મહિનો શિવજીની વિશેષ પૂજા કરવાનો છે. જેમાં શિવજીનું પૂજન અને દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવલિંગ ઉપર જળ, બીલીપાન, આંકડાના ફૂલ, ધતૂરો જરૂર ચઢાવવો જોઇએ.

શ્રાવણમાં રાશિ પ્રમાણે શિવજીની પૂજા કરવાથી કુંડળીના ગ્રહદોષ શાંત થઇ શકે છે. જાણો બારેય રાશિના લોકોએ શિવજીની પૂજા કરી રીતે કરવી.

મેષઃ- મેષ રાશિનો સ્વામી મંગળ જે લિંગ સ્વરૂપમાં જ તેના ઉત્પત્તિ સ્થાન ઉજ્જૈનમાં સ્થિત છે. મેષ રાશિના લોકોએ દહીથી અભિષેક કરવો, લાલ ગુલાબ અને લાલ ફુલથી શિવજીની પૂજન કરવું.

વૃષભઃ- આ રાશિનો સ્વામી શુક્ર છે. આ લોકોએ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવો. શિવજીનું વાહન નંદી છે, એટલે કોઇ ગૌશાળામાં ઘાસ અને રોટલીનું દાન કરો.

મિથુનઃ- બુધ રાશિના સ્વામિત્વવાળી આ રાશિના લોકોએ શિવ-પાર્વતીને લાલ કરેણના ફૂલ, મધ ચઢાવવાં. પિસ્તાનો ભોગ ધરાવવો. બીલીપાન અર્પણ કરવાં.

કર્કઃ- આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર શિવજીના મસ્તક ઉપર શોભિત છે. આ લોકોએ કાચા દૂધ, સફેદ આંકડા અને દહીથી શિવપૂજા કરવી. મિઠાઈનો ભોગ શિવજીને ધરાવવો.

સિંહઃ- આ રાશિનો સ્વામી સૂર્ય ગરમ સ્વભાવનો હોય છે. આ ગ્રહને શાંત કરવા માટે શીતળ જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ.

કન્યાઃ- આ રાશિ પણ બુધના સ્વામિત્વવાળી રાશિ છે. કન્યા રાશિના લોકો શિવલિંગને મગની દાળથી બનેલી મીઠાઇનો ભોગ ધરાવે. બીલીપાન અને ફળ ચઢાવવાં. મંત્રનો જાપ કરવો.

તુલાઃ- અષ્ટમી અને એકાદશી તિથિએ શિવલિંગ ઉપર સફેદ વસ્ત્ર અર્પણ કરવાં. પાર્વતીજીને શ્રૃંગાર સામગ્રી અર્પણ કરો. જીવનસાથી સાથે પૂજા કરો.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ આખો મહિનો ગરીબોની સેવા કરવી. શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને સુગંધિત ધૂપ પ્રગટાવવી.

ધનઃ- આ ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે. શ્રાવણ મહિનાના પ્રત્યેક ગુરુવારે ચણાના લોટથી બનેલાં મિષ્ઠાન શિવજીને ચઢાવો. પીળા વસ્ત્ર પોતાની માતાને ભેટ કરો.

મકરઃ- આ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. શિવલિંગ ઉપર વાદળી ફૂલ ચઢાવો. ધતૂરો શિવજીને ચઢાવો.

કુંભઃ- આ પણ શનિના સ્વામિત્વની રાશિ છે. કોઇ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરો. શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો.

મીનઃ- ગુરુના સ્વામિત્વવાળી રાશિના લોકોએ બાર જ્યોતિર્લિંગના નામનો જાપ કરવો.

ધ્યાનમાં બેસેલાં શિવજીના દર્શન કરોઃ-

આ મહિનામાં જેઓ ધ્યાન કરવા માંગતાં હોય તેમણે ધ્યાનમાં વિરાજમાન શિવજીના દર્શન કરવા જોઇએ. આવા સ્વરૂપના દર્શન કરવાથી મન શાંત થાય છે અને ધ્યાનમાં મન લાગે છે. શિવજીની એવી મૂર્તિ કે તસવીર લગાવવી જોઇએ, જેમાં તેઓ પ્રસન્ન જોવા મળી રહ્યા હોય. નંદી ઉપર વિરાજમાન હોય કે ધ્યાનમાં બેઠેલાં શિવજીના દર્શન કરવાથી પોઝિટિવિટી વધે છે. શિવજીના ગુસ્સો દર્શાવતાં સ્વરૂપના રોજ દર્શન કરવાથી વ્યક્તિના સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે. શિવજીનું આવું સ્વરૂપ ઘરમાં રાખવાથી બચવું જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત