Site icon News Gujarat

શરદી-તાવ જ નહીં ઉલટી સહિત આ તકલિફો પડે તો હશે નવી સ્ટ્રેનનો કોરોના, જાણો શું શું થશે

ખતરનાક કોરોના વાયરસએ ફરીથી બદલ્યું પોતાનું રૂપ, દિલ્લીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી, બેચેની અને પેટમાં દુઃખાવો થતો હોય તેવા લક્ષણ જોવા મળ્યા.

image source

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા પછી હવે આ સંક્રમણથી પીડાઈ રહેલ દર્દીઓમાં આ રોગના લક્ષણો ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે. ગળામાં, ફેફસામાં અને દિમાગ પછી હવે આ નવા કોરોના વાયરસ સ્ટ્રેનની અસર પેટમાં પણ જોવા મળી રહી છે.

image source

દિલ્લી શહેરના બે સરકારી હોસ્પિટલ્સ,અ એડમિટ કરવામાં આવેલ ૭૦ ફીસદી દર્દીઓમાં પેટનો દુઃખાવો,ઉલ્ટી અને ડાયરિયા જેવા લક્ષણો જોવા મળ્યા છે. સરકારી હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોના વાયરસના બદલાતા જતા સ્વરૂપ (સ્ટ્રેન) ના કારણે હવે એના લક્ષણોમાં પણ પરિવર્તન થઈ રહ્યો છે.

image source

દિલ્લી શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના અંદાજીત ૬.૫૦ લાખ કેસ સામે આવી ગયા છે. એમાંથી મોટાભાગના દર્દીઓમાં તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સુકી ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. અંદાજીત ૩૦ ફીસદી દર્દીઓમાં ગંધને નહી સુંઘી શકવા અને ભોજનના સ્વાદનો અનુભવ નહી કરી શકવાના લક્ષણો પણ જોવા મળ્યા છે.

image source

રાજીવ ગાંધી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલના એક ડોક્ટરએ નામ નહી છાપવાની શરત પણ જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં જે દર્દીઓ એડમિટ થયા છે. તેમાંથી ૭૦ ફીસદી દર્દીઓમાં પેટમાં દુઃખાવો, ઉલ્ટી અને ડાયરિયા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

image source

સરકારી હોસ્પિટલના ડોક્ટર વધુ જણાવતા કહે છે કે, છેલ્લા એક વર્ષમાં આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે જયારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળી રહ્યા છે. એમાંથી મોટાભાગના દર્દીઓ ગંભીર સ્થિતિ ધરાવી રહ્યા છે. એટલું જ નહી, મોટાભાગના દર્દીઓ જૂની બીમારીથી પણ પીડાઈ રહ્યા છે.

image source

ડોક્ટર દ્વારા વધારે જણાવવામાં આવ્યું છે કે, એવું હોઈ શકે છે કે, આ દર્દીઓ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (દક્ષિણ આફ્રિકા) થી પીડાઈ રહ્યા હોય અને આ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે આ દર્દીઓમાં નવા લક્ષણ આવી ગયા હોઈ શકે છે. આ વાતની પુષ્ટિ કરવા માટે દર્દીઓના સેમ્પલને જીનોમ તપાસ કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ રીપોર્ટ આવી ગયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

image source

સુગરનું સ્તર પણ વધી રહ્યું છે.

હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને ક્યારેય પણ ડાયાબીટીસની ફરિયાદ હતી નહી, પરંતુ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા દરમિયાન તપાસ કરવાથી આ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના શરીરમાં ડાયાબીટીસનું સ્તર ૪૦૦ કરતા વધારે મળી આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version