લો બોલો, આ બુટલેગર શરીર પર આ રીતે દારૂની બોટલો બાંધીને કરે છે દારૂની હેરાફેરી, જે જોઇને ચોંકી ગઇ પોલીસ પણ

ગુજરાતમાં દારૂબંધી હોવાથી લોકો દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવે છે. જેથી પોલીસની આંખમાં ધૂળનાંખીને દારૂની હેરાફેરી કરી શકાય. દારૂની હેરાફેરી માટે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી હોતા. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નર્મદા જિલ્લામાં. જ્યાં દારૂની હેરાફેરી માટે આ વ્યક્તિએ જે યુક્તિ અજમાવી તેને જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ.

શરીર પર દારૂની બોટલો લગાડી દારૂની હેરાફેરી

નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે. નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCBએ અનોખી રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ બુટલેગરે જે યુક્તિ અજમાવી તેને જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. આ બૂટલેગરે પોતાના શરીર પર દારૂની બોટલો લગાડી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

image source

પોલીસને શંકા જતા પૂછપરછ કરી

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ મુજબ નર્મદા LCBના PI એ.એમ.પટેલ, PSI સી.એમ. ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા હતા, ત્યારે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક બાઇક પર જઇ રહેલા નિલમભાઇ નરપતભાઇ વસાવા પર શંકા જતા તેને ઉભો રાખીને પૂછપરછ શરૂ કરી હતી.

નર્મદામાં ચેકિંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

image source

આ બૂટડલેગરની તપાસ દરમિયાન તેના શરીર પરથી વિદેશી દારૂના 48 નંગ ક્વાટરીયા પોલીસને મળી આવ્યા હતા. રાજપીપળા પોલીસે બુટલેગરને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. નર્મદામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ દ્વારા સઘન ચેકિંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

નોંધનિય છે પોલીસ સમયાંતરે આવી ડ્રાઈવ કરીને કાર્યવાહી કરે છે. પરંતુ થોડા સમય બાદ ફરી આવી ગેરદાયદે પ્રવૃતિ ચાલુ થઈ જાય છે. ત્યારે લોકોનાં મતે દારૂ અંગેના કાયદા હજુ વધારે કડક બનાવવા જોઈએ જેથી લોકો આવી ગેરકાયદે પ્રવૃતિ કરતા અટકે. કારણ કે આમા જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો કોઈ ખુણો એવો નથી જ્યા દારૂ ન મળતો હોય. તો હવે જોવુ એ રહ્યું કે પોલીસ આવી કડક કાર્યવાહી કેટલો સમય ચાલું રાખે છે. જો આવુ સઘન ચેકિંગ રોજ કરવામાં આવે તો નિશ્ચિત પણે આ દુષણ સામે જીત મેળવી શકાય તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત