શરીરના આ ભાગમાં તલ હોય તો તમે જીવશો વૈભવી લાઇફ, અને ક્યારે પણ નહિં પડે પૈસાની તકલીફ

આપણા જીવનમાં સમુદ્ર શાસ્ત્ર સાથે ઘણા રાઝ જોડાયેલા હોય છે. દરેક વ્યક્તિના શરીર પર કોઈને કોઈ નિશાની તો હોય જ છે. તેમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે તેના શરીરના અંગ પર તલ ન હોય. આપણા શરીર પર રહેલા તલ જુદા-જુદા અર્થ દર્શાવે છે. આપણા શરીરના ક્યા અંગ પર તલ છે, તેનાથી આપણે વ્યક્તિનો સ્વભાવ અને તેના ભવિષ્ય વિષે પણ જાણી શકીએ છીએ.

image source

આપણા શરીરના ઘણા અંગ પર તલ હોવાથી આપણે ખૂબ ભાગ્યશાળી ગણાઈએ છીએ. તેનાથી આપણી કિસ્મત પણ ખૂલી શકે છે. આ સ્થાન પર તલ હોવાથી તે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે. તેના જીવનમા કોઈ મુશ્કેલી આવતી નથી, તેનાથી જીવનમાં કોઈપણ કામમા તેમને સફળતા મળી શકે છે અને તે ખૂબ જ નસીબદાર હોય છે. તેથી તેના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા આવતી નથી અને તેના કામમાં પણ કોઈ અડચણ આવતી નથી તેથી તેને સરળતાથી સફળતા મળી જાય છે.

ક્યાં અંગ પર તલ હોવાથી તે ભાગ્યશાળી ગણાય છે :

દાઢી પર તલ :

image source

જ્યારે કોઈ વ્યક્તિને દાઢી પર તલ હોય તો તે ખૂબ સુંદર લાગે છે. આવા લોકોને ક્યારેય પણ જીવનમાં પૈસાને લગતી સમસ્યા આવતી નથી. તેના જીવનમાં ક્યાક ને ક્યાકથી હમેશા આવક આવ્યા કરે છે. તેનાથી તેમણે આર્થિક સ્થિતિ મજબૂત રહે છે તેનાથી તેમણે બધા કામમાં સારી સફળતા મળી રહે છે.

આંખ નીચે તલ :

જે લોકોને આંખની નીચે તલ હોય તે વ્યક્તિ ખૂબ રહસ્યમય હોય છે. આ લોકોને ખૂબ ઓછું બોલવાની ટેવ હોય છે. આવા લોકો કોઈ પણ જલ્દીથી વિશ્વાસ કરતાં નથી તેને કોઈ પણ ભરોશો હોતો નથી. તેથી આવા વ્યક્તિને સમજવા થોડા મુશ્કેલ હોય છે. પરંતુ તે ખૂબ મહેનતુ હોય છે તેથી તેને ખૂબ વહેલી તકે સફળતા મળી જાય છે. આવા લોકો તેની કિસ્મત કરતાં તેની મહેનત પર વધારે વિશ્વાસ રાખતા હોય છે તેથી આવા લોકો મહેનત કરવામાં માનતા હોય છે.

image source

નાભી પર તલ :

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે પેટ પર તલ હોવું દુર્ભાગ્ય ગણવામાં આવે છે. પરંતુ તમારી નાભીની આજુબાજુ તલ હોય તો તેને સારા ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આનાથી આપના જીવનમાં ઘણા સફળતાના નવા રસ્તા ખૂલી શકે છે. આની સાથે આપની આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી રહે છે તેનાથી તેને કોઈ પૈસાને લગતી સમસ્યા આવતી નથી.

ભ્રમર આજુબાજુ તલ :

આ જગ્યાએ તલ હોવું શુભ ગણવામાં આવે છે. આવા લોકોનું જીવનમાં હમેશા ખુશી રહે છે. તેમના લગ્નજીવનમા પણ ખૂબ સુખ રહેલું હોય છે. તેના જીવનમાં કોઈ પણ કામમાં તેનો પરિવાર તેની સાથે હોય છે. આવા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય છે. તે લોકો તેના જીવનમાં ખૂબ પૈસા કમાઈ છે. તે તેની ઈચ્છા અનુસાર જીવન જીવે છે.

પીઠ પર તલ :

આવી વ્યક્તિ રોમાંટીક સ્વભાવ વાળી હોય છે. તે તેના જીવનમાં ક્યારે પણ પૈસાને લગતી તંગી આવતી નથી તે તેના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આ લોકોને ક્યારેય પણ ગરીબી શું છે તેના વિષે ખબર હોતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ