કોવિડ-19થી રિકવર થયા પછી પણ શરીરમાં લાગે છે નબળાઇ? તો બીજું બધુ સાઇડમાં મુકીને બસ કરો આટલું

શું આપ કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા બાદ નબળાઈ આવી ગઈ હોય તેવું અનુભવી રહ્યા છો? તો આપે આટલું કરવું જોઈએ. કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થઈ ગયા બાદ દર્દીઓને પોતાના શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તેવું લાગે છે. આ નબળાઈને દુર કરવા માટે આ લેખમાં અમે આપને કેટલાક સૂચનો વિષે જણાવીશું. જે એક્સપર્ટ દ્વારા સૂચિત કરવામાં આવે છે.

  • -કોરોના વાયરસથી મુક્ત થયા બાદ નબળાઈ લાગે છે તો આપે વધારે ૧૦ દિવસ સુધી આરામ કરવો.
  • -કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા પછી પણ દવા લેવી અને પરિવારના અન્ય સભ્યોથી અંતર જાળવવું.
  • -સ્વસ્થ થઈ ગયા પછી જુદા જુદા ફળ અને શાકભાજીનું સેવન કરો.
image source

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ આખા વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે. દેશમાં દૈનિક ૩ લાખ કરતા વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ હોસ્પિટલ્સમાં બેડ સહિત ઓક્સિજનની પણ અછત સર્જાઈ ગઈ છે. તેમ છતાં ડોક્ટર્સનું કહેવું છે કે, ૮૦% કરતા વધારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ઘરે રહીને જ સ્વસ્થ થઈ જાય છે. એટલા માટે જો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝેટીવ આવે છે આપને તાત્કાલિક હોસ્પીટલમાં ચાલ્યા જવાની સલાહ આપવામાં આવતી નથી. કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાવ છો તો આપે ડોક્ટરનો સંપર્ક કરીને નક્કી કરવું જોઈએ કે, આપને હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત છે કે પછી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત છે.

image source

તેમ છતાં કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા બાદ દર્દીઓને અન્ય એક સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે સમસ્યા છે શારીરિક નબળાઈ. હળવા લક્ષણો ધરાવતા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે અંદાજીત બે સપ્તાહ જેટલો સમય લાગે છે. ત્યાં જ મધ્ય અને ગંભીર રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થવામાં અંદાજીત ચાર સપ્તાહ જેટલો સમય લાગે છે. તેમ છતાં સ્વસ્થ થઈ ગયા બાદ મોટાભાગના દર્દીઓને શારીરિક નબળાઈનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીએ સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે, હેલ્ધી ભોજન અને ઝડપથી સ્વસ્થ થવા માટે પોતાને હાઈડ્રેટ રાખવા જોઈએ.

જો આપ કે પછી આપના પરિવારના અન્ય કોઈ સભ્ય હાલના સમયમાં કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા છે અને તેમને શારીરિક નબળાઈનો અનુભવ થઈ રહ્યો છે તો અહિયાં અમે આપને કેટલાક એવા ઉપાયો વિષે જણાવીશું જેની મદદથી આપ જલ્દી જ સ્વસ્થ થઈ શકશો.

જુદા જુદા પ્રકારના ફળોનું સેવન કરો.

image source

આપે આપના દિવસની શરુઆત ફ્રુટ પ્લેટની સાથે કરવી જોઈએ આ ફ્રુટ પ્લેટમાં આપે દાડમ, નારંગી, સફરજન અને પપૈયાને સામેલ કરવા જોઈએ. જો આપને અન્ય કોઈ ફળ પસંદ હોય તો આપ તેને પણ ફ્રુટ પ્લેટમાં સામેલ કરી શકો છો. આપ ફ્રુટ જ્યુસનું પણ સેવન કરી શકો છો, જે આપને શારીરિક નબળાઈથી મુક્તિ મેળવવામાં મદદગાર સાબિત થશે. આપે જો શક્ય હોય તો સવારના સમયે ફ્રુટ પ્લેટનું સેવન કરવું અને સાંજના સમયે ફ્રુટ જ્યુસનું સેવન સેવન કરવું.

ગરમ દૂધનું પીવું.

image source

આપે રાતના સુતા સમયે સુતા પહેલા એક ગ્લાસ હુફાળા દૂધમાં એક ચમચી હળદર ભેળવીને પીવું જોઈએ. આ દૂધ આપના હાડકાને મજબુતી આપવાનું અને આપના શરીરને શારીરિક નબળાઈને દુર કરવાનું કામ કરે છે.

શાકભાજીનું સેવન કરવું.

image source

આપે શાકભાજીનું સેવન જરૂરથી કરવું જોઈએ. બપોરના સમયે અને રાતના સમયે આપે અલગ અલગ પ્રકારની શાકભાજીનું સેવન કરવું જોઈએ. ઉપરાંત આપે પાલક, ટામેટા સહિત બીટ જ્યુસનું સેવન પણ કરી શકો છો. શાકભાજી મિનરલ્સ અને વિટામિન્સથી ભરપુર હોય છે.

આપે પ્રોટીન અને એંટીઓક્સિડન્ટથી ભરપુર ભોજન કરવું.

સ્વસ્થ અને ઝડપી રીકવરી મેળવવા માટે આપે પ્રોટીનથી ભરપુર ભોજન કરવું જરૂરી છે. આપે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે આપને પચવામાં સરળ રહે.

નાસ લેવો.

image source

આપે કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા બાદ દિવસમાં બે થી ત્રણ વાર નાસ લેવો જોઈએ જેનાથી આપને શરદી, ઉધરસમાં રાહત મળી શકે. અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું.

મલ્ટીવિટામિન્સ

આપે ડોક્ટરની ભલામણ મુજબ મલ્ટીવિટામિન્સ, વિટામિન સી અને ઝિંકની દવાનું સેવન કરવું જોઈએ. આપનો કોરોના વાયરસનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે એટલા માટે આપે દવાનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ નહી. મલ્ટીવિટામિન્સની દવાનું સેવન કરવાથી આપના શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે.

હાઈડ્રેટ રહો.

image source

આવી પરિસ્થિતિમાં આપે આપના શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે એટલા માટે આપે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. તેમજ આપે પાણી સિવાય નારીયેલ પાણી અને ફ્રુટ જ્યુસનું પણ સેવન કરી શકો છો.

પોતાના પણ પ્રેશર લાવવું નહી.

આપનો કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવી ગયા પછી પણ આપે પોતાના પર પ્રેશર લેવું જોઈએ નહી. કોરોના વાયરસનો રીપોર્ટ નેગેટીવ આવ્યા પછી પણ આપને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે આપે થોડુક થોડુક ચાલવાનું શરુ કરવું જોઈએ. તેમજ જો આપ પહેલા એકસરસાઈઝ કરતા હોવ તો આપે થોડાક દિવસ સુધી એકસરસાઈઝ કરવી જોઈએ નહી.

અંતર જાળવવું.

આપે કોરોના વાયરસથી મુક્ત થયા પછી પણ, આપે પોતાનું ઓક્સિજન લેવલ તપાસતા રહેવું. તેમજ આપે આપના પરિવારના સભ્યોથી થોડાક દિવસ સુધી અંતર જાળવવું. આપ ઘરે હોવ ત્યારે માસ્કને પહેરવું અને કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ આપે ૧૦ દિવસ સુધી આરામ કરવો જોઈએ.

image source

સકારાત્મક રહેવું.

આપ એક યોદ્ધા છો અને આપ ગંભીર સંક્રમણની વિરુદ્ધ લડ્યા છો, તેમ છતાં કેટલીક સ્વસ્થ થઈ ગયા બાદ આપને તાણ અને ડીપ્રેશન જેવું લાગવા લાગે છે તો આપે આપના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આપે દવા લેવાનું ભૂલવું જોઈએ નહી. આપે એવા કામ કરવા જોઈએ જે આપને સકારાત્મક રહેવામાં મદદ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *