વાંચી લો તમે પણ આ ગુજરાતણ વિશે, જેને અમેરિકામાં મળ્યુ આ ઊંચા હોદ્દાનુ પદ

ગુજરાતણે વગાડ્યો અમેરિકામાં ડંકો – અમેરિકન સૈન્યમાં મેળવ્યું કેપ્ટનનું પદ

ગુજરાતીઓ માટે હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ દુનિયાના દરેક ખૂણામાં વસેલા છે પણ તેમને ખાસ કરીને વેપારી પ્રજા ગણવામાં આવી છે. પણ આજે અમે તમને એક એવી ગુજરાતણ વિષે જણાવીશું છે જેણે કોઈ વેપારમાં નહીં પણ અમેરિકન સૈન્યમાં ગુજરાતીઓનો ડંકો વગાડ્યો છે.

image source

તેણી વસે છે અમેરિકામાં અને અમેરિકન નાગરિક પણ છે પણ મૂળે તો તે ગુજરાતી છે માટે ગર્વની વાત તો દરેક ગુજરાતી માટે છે. અને એ ગર્વની વાત એ છે કે આ ગુજરાતણ અમેરિકન સૈન્યમાં કેપ્ટનના પદે પ્રમોટ થઈ છે. તેણી યુએસ આર્મીમાં ફિઝિશિયન તરીકે હતી અને હાલ તેણીને પ્રમોટ કરીને કેપ્ટન બનાવવામાં આવી છે. અને આ સાથે જ હવે તેણી અમેરિકન આર્મિની હોસ્પિટલમાં પોતાની સેવા આપશે.

image source

શેનિકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહ મૂળે મુંબઈના છે તેમનો જન્મ પણ મુંબઈમાં જ થયો હતો. તેમના પિતાનું કુટુંબ વર્ષોથી રાજસ્થાનના પિંડવાડામાં અને માતાનો પરિવાર ગુજરાતના મહુધા ખાતે રહેતો હતો. તેઓ પહેલાં મુંબઈમાં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ અમેરિકાના ન્યૂયોર્ક ખાતે સેટલ થયા હતા.

image source

તેમની દીકરી શેનિકા શાહનો જન્મ અને ઉછેર અમેરિકાના ન્યુયોર્ક ખાતે થયો હતો. હાલ કેપ્ટન તરીકેનું પ્રમોશન મળતાં શેનિકા અત્યંત ખુશ છે તેણીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણીને સૈનિકો તેમજ તેમના પરિવારની સેવા કરતા સુખ મળશે. તેણી આ બાબતે જણાવે છે કે, ‘બીજાની ખુશીમાં જ આપણી ખુશી સમાયેલી છે.’ માટે સેવા કરવી તે મારો ધ્યેય છે. તેણીના જીવનનું લક્ષ્ય એક સફળ ફિઝિશિયન અને સર્જન બનવાનું છે.

image source

તમને જણાવી દઈ કે શેનિકાએ ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં 7 વર્ષ અભ્યાસ કર્યા બાદ બેચલર ઓફ સાયન્સ અને ડોક્ટર ઓફ ઓસ્ટિઓપથી મેડિસિન (એમડી)ની ડીગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શેનિકા યુએસ આર્મિમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે ફરજ બજાવી રહી હતી. અને ચાલુ વર્ષે શેનિકાએ મેડિકલ સ્કૂલમાં ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા બાદ તેણીને સેકન્ડ લેફ્ટેનન્ટના પદથી કેપ્ટનના પદ પર પ્રમોટ કરવામા આવી છે.

image source

શેનિકા શાહે વિદ્યાર્થી તરીકે ઘણીબધી એક્સ્ટ્રાકરીક્યુલર એક્ટિવિઝમાં ભાગ લીધો છે. જેમાં ભરતનાટ્યમ, કરાટે અને કેટલીક રમતોનો પણ સમાવેશ થાય છે. તેણી અમેરિકામા રહેતા ભારતીયો માટે પણ પ્રેરણાસ્રોત સમાન છે. કારણ કે તેણીએ ભરતનાટ્યમમાં પણ ગ્રેજ્યુએશન કર્યું છે અને આ રીતે તેણીએ પોતાના ભારતીય મૂળિયા પણ જાળવી રાખ્યા છે તે પણ ભારતથી હજારો કીલો મીટર દૂર રહીને. આ ઉપરાંત તેણી કરાટેમાં પણ નિષ્ણાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત