આ કિલ્લામાં સુરંગોની ભુલભુલામણી ક્યાં ખુલે છે તે કોઈ નથી જાણતું, જોઇ લો ખાસ તસવીરોમાં તમે પણ

વિશ્વમાં અનેક રોચક ઇતિહાસ ધરાવતા કિલ્લાઓ આવેલા છે જે પૈકી ભારતમાં અનેક કિલ્લાઓ છે. આવો જ એક કિલ્લો બિહારના રોહતાસ જિલ્લામાં આવેલો છે જેને ” શેરગઢનો કિલ્લો ” કહેવામાં આવે છે. અફઘાન શાસક શેરશાહ સુરીના આ કિલ્લામાં સેંકડો સુરંગ અને ભોંયરાઓ છે જે ભલભલા માણસને ચકરાવે ચડાવી દે છે. અને તેના વિષે એવું પણ કહેવાય છે સુરંગોની આ ભુલભુલામણી ક્યાં ખુલે છે તે કોઈ નથી જાણતું.

image source

રોહતાસ જિલ્લામાં આવેલા કૈમુરના પહાડી વિસ્તારમાં સ્થિત આ કિલ્લાની બનાવટ અન્ય કિલ્લાઓથી બિલકુલ અલગ છે. આ કિલ્લાને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે બહારથી આ કિલ્લો કોઈને નથી દેખાતો. કારણ કે કિલ્લાની ત્રણ તરફ ગીચ જંગલ આવેલું છે જયારે બાકીની એક બાજુએ દુર્ગાવતી નદી આવેલી છે.

image source

કિલ્લાની અંદર જવા માટે એક સુરંગમાં થઈને જવું પડે છે. કહેવાય છે કે જો આ સુરંગોને બંધ કરી દેવામાં આવે તો કિલ્લો કોઈને દેખાય જ નહિ. ઉપરાંત કિલ્લામાં આવેલા ભોંયરાઓ વિષે એવું કહેવાય છે કે તે એટલા મોટા અને વિશાળ છે કે તેમાં 10000 લોકો રહી શકે છે.

image source

પ્રચલિત વાયકા મુજબ આ કિલ્લાને શેરશાહ સુરીએ પોતાના રાજ્યને દુશમનોના હુમલાથી બચાવવા માટે બંધાવ્યો હતો. અને પોતે પણ પોતાના પરિવાર અને સૈનિકો સાથે આ કિલ્લામાં જ રહેતા હતા. અહીં તેમની સુરક્ષાથી માંડીને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

image source

કિલ્લાની રચના એ રીતે વિશિષ્ટ પ્રકારે કરવામાં આવી છે કે ચારે દિશાઓમાંથી ગમે તે દિશાએથી દુશ્મન આવતો હોય તો તેને 10 કિલોમીટર દૂરથી જ સ્પષ્ટ જોઈ શકાય છે. એક વાયકા મુજબ મુઘલોએ શેરશાહ સુરી, તેના પરિવાર અને સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

image source

અંદાજ મુજબ આ કિલ્લો લગભગ સન 1540 થી 1545 વચ્ચે નિર્માણ કરવામાં આવ્યો હતો. અને કિલ્લામાં સેંકડો સુરંગો એટલા માટે બનાવવામાં આવી હતી કારણ કે મુશ્કેલ સમયમાં સુરંગમાંથી નીકળીને જીવ બચાવી શકાય. જો કે સુરંગો એટલી અટપટી અને ભૂલભૂલૈયા જેવી છે કે સામાન્ય માણસને સમજવામાં મુશ્કેલી ઉભી થયા ન રહે. એ સમયે પણ માત્ર શેરશાહ સુરી અને તેના વિશ્વાસુ સૈનિકોને આ સુરંગો વિશેનો ભેદ ખબર હતી. આ કિલ્લાની એક સુરંગ રોહતાસ ગઢ કિલ્લા સુધી જાય છે પરંતુ બાકીની સુરંગો ક્યાં ખુલે છે તે રહસ્ય જ છે.

image source

એવું પણ કહેવાય છે કે આ કિલ્લામાં શેરશાહનો કિંમતી ખજાનો પણ ક્યાંક છુપાયેલો પડ્યો છે જો કે હજુ સુધી કોઈને તેના સંકેતો નથી મળ્યા. વળી, કિલ્લામાં સુરંગો અને ભોંયરાઓની ભૂલભૂલૈયા પણ એવી છે કે તેમાં માણસો જતા પણ ડરે છે.