શહનાઝ ગિલે સિદ્ધાર્થ શુકલાને આપ્યું ટ્રીબ્યુટ, તું યહી હે ગીતમાં માયુસ દેખાઈ પંજાબની કેટરીના કેફ

સિદ્ધાર્થ શુક્લાના ગયા પછી શહનાઝ ગીલે તેને ટ્રીબ્યુટ આપતું ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું નામ તુ યહી હૈ છે. બંનેની કેમેસ્ટ્રી પર બનેલું આ ઈમોશનલ ગીત છે. અગાઉ શહનાઝે સિદ્ધાર્થની વિદાય બાદ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી ન્હોતી. ગઈ કાલે તેણે આ ગીતને લગતું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. આ ગીતને યુટ્યુબ પર 2 કલાકની અંદર 1 મિલિયન વખત જોવામાં આવ્યું છે.

શહેનાઝે ગાયું ગીત

image socure

આ ગીત શહનાઝે પોતે ગાયું છે, જે સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ છે. જ્યારે તેના ગીત, સંગીત અને કમ્પોઝિશન રાજ રણજોધ દ્વારા કરવામાં આવ્યું છે. શહનાઝ ગિલે આ ગીત પોતાના યુટ્યુબ એકાઉન્ટથી શેર કર્યું છે.

શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનું આ ગીત બતાવે છે કે સિદના ગયા પછી શહેનાઝ કેવી રીતે જીવે છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ગીતમાં સિદ્ધાર્થ શુક્લાના ગયા પછી શહનાઝને થયેલી તકલીફને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. તે ક્ષણ પણ 4.31 સેકન્ડના આ ગીતમાં આવે છે જે તમારા આત્માને સ્પર્શી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

ગીતના અંતમાં એક સીન છે જેમાં સિદ્ધાર્થ શુક્લાનો અવાજ સંભળાય છે. શહેનાઝ ગિલને રસ્તા પર ચાલતી બતાવવામાં આવે છે અને પછી અચાનક તેને ખ્યાલ આવે છે કે સિદ્ધાર્થ શુક્લા પાછળથી તેનો અવાજ આપી રહ્યો છે. આ સીન માટે સિદ્ધાર્થ શુક્લાના અસલી અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેનાઝ ગિલ પાછળ જુએ છે પણ પાછળ કોઈ હોતું નથી.

બિગ બોસની યાદમાં બનેલું ગીત

image socure

આ વીડિયોમાં બંનેએ બિગ બોસ દરમિયાન વિતાવેલી પળો બતાવવામાં આવી છે. જ્યાં બંને એકબીજાની ખૂબ જ નજીક જોવા મળે છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ તેને ચાહકોનો જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે.

આ ગીતને જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. ‘તુ યેહી હૈ’ ગીતના વીડિયોમાં બિગ બોસના ફ્લેશબેક જોવા મળે છે. વીડિયોમાં શહનાઝ ગિલ એકદમ ખોવાયેલી દેખાઈ રહી છે. ગીત જોયા પછી લોકો કહી રહ્યા છે કે સિદનાઝનો પ્રેમ અમર છે અને તેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી

બિગ બોસ 13માં જોવા મળ્યા હતા સાથે

image socure

સપ્ટેમ્બર મહિનામાં સિદ્ધાર્થનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે બિગ બોસ સીઝન 13નો વિજેતા હતો. આ સિઝનમાં શહેનાઝ ગિલ પણ તેની સાથે હતી. આ સિઝનમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. શોમાંથી બહાર આવ્યા બાદ પણ બંનેનું એક ગીત રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.