ટ્યૂશન શિક્ષકે 8 વર્ષના બાળકને એવી સજા આપી કે શાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે

શિક્ષકને માસ્તર પણ કહેવામાં આવે છે. માસ્તર એટલે મા જેટલુ સ્તર મતલબ કે મા જેટલું ઉચુ સ્થાન. શિક્ષક બાળકોનું ભવિષ્ય બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. લખનૌમાં સામે આવેલી ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને વિચારમાં મુકી દીધુ છે. નાની એવી ભૂલમાં એક શિક્ષકે 8 વર્ષના બાળકી એટલી હદે પીટાઈ કરી કે તેના શરીરમાં ઈજાના નિશાન પડી ગયા. નાની ઉમરમાં બાળકને પડેલા આ મારથી તેના મગજમાં ઘણી ઉડી અસર પહોંચાડે છે.

image source

8 વર્ષના બાળકને શિક્ષકે દર્દનાક સજા આપી

લખનૌમાં ટ્યૂશનમાં ગયેલા 8 વર્ષના બાળકને શિક્ષકે દર્દનાક સજા આપી છે્. જયાં પહેલા બાળકના હાથ વાયર વડે બાંધી દીધા. ત્યારબાદ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. શિક્ષકની આ મારના કારણે બાળકના પગ, કમર અને કમરમાં ભાગમાં ઈજાના નિશાન થઈ ગયા છે. માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

image source

શિક્ષકે બાળકના બંને હાથ વાયર સાથે બાંધી દીધા

મળતી માહિતી મુજબ લખનૌના ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલપુરમાં એક 8 વર્ષનો બાળક અને તેની બહેન સચિન ગુપ્તા નામના શિક્ષક પાસે ટ્યુશન માટે જતા હતા. છોકરો ભણવામાં થોડો નબળો હતો. અભ્યાસ દરમિયાન નાનીએવી વાતમાં આરોપી શિક્ષકે બાળકના બંને હાથ વાયર સાથે બાંધી દીધા અને પછી લાકડાના ડંડા વડે નિર્દયતાથી માર માર્યો.

image source

બાળકના શરીર પર ઈજાના ઉંડા નિશાન પડી ગયા

એટલી બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો કે જેથી બાળકના પગ, પીઠ અને કમરમાં ઈજાના ઉંડા નિશાન પડી ગયા. આ ઘટનાની માહિતી સિદ્ધાર્થની બહેને તેની માતાને આપી. માતા-પિતાએ શિક્ષક વિરુદ્ધ ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કાર્યવાહી કરતાં પોલીસે આરોપી શિક્ષક સચિન ગુપ્તાની ધરપકડ કરી હતી અને બાળકને માર મારવાના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

image source

શિક્ષક સચિન ગુપ્તાની ધરપકડ

આ વિસ્તારના જેસીપી નીલાબ્જા ચૌધરીનું કહેવું છે કે બાળકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં બાળકના માતાપિતા વતી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તે પછી આરોપી શિક્ષક સચિન ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

image source

આ રીતે માર મારવો યોગ્ય નથી

પીડિત બાળકની માતા ગાયત્રીએ જણાવ્યું કે બાળક ટ્યુશન માટે ગયો હતો. ત્યાં શિક્ષકે તેના હાથ, પગ બાંધી દીધા અને પછી તેને લાકડીથી માર્યો. અમે પોલીસને કહ્યું હતું કે બાળક ભણવામાં થોડો નબળો છે પરંતુ આ રીતે માર મારવો યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત