લાખ લાખ વંદન આ મહિલા શિક્ષકને, ICU વોર્ડમાં હોવા છતાં લઈ રહી છે ઓનલાઈન ક્લાસ, ગુરુ હોય તો આવા

કોરોના સમયમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. આવા સમય ઓનલાઇન શિક્ષણ આપાઇ રહ્યું છે. આ સમયે પરિસ્થિતિને ગણકાર્યા વિના જ શિક્ષક તરીકેની પોતાની જવાબદારી નિભાવવા રહ્યાં છે. કોઈ પણ સ્થિતિમાં પોતાની ફરજ પૂરી કરનાર એક શિક્ષકની અહીં વાત કરવામાં આવી રહી છે. અહિ જેની વાત કરવામાં રહી છે તે મોહાલીની એક મહિલા શિક્ષિકા સુમન વિજ છે. ચારે તરફ તેમની આજે પ્રશંસા થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગયા અઠવાડિયે આ મહિલા શિક્ષિકાની તબિયત લથડતાં તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું.

image source

તેમણે આ અંગે સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટમાં તેમણે તેને કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જાણવાં મળ્યું હતું કે તેઓ ત્યાંના ICU વોર્ડથી જ તેના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે.

image source

જાણવા મળી રહ્યું છે કે સુમન છેલ્લા 15 વર્ષથી ભણાવી રહી છે. તેઓ મોહાલીના ફેઝ 4માં રહેતા સુમન એક ખાનગી શાળામાં ભણાવે છે. હાલમાં જો કે તેઓ પોતે કોરોના સંક્રમિત છે પરંતુ આવું હોવા છતાં પણ તે બાળકોને ઓનલાઇન ભણાવી રહી છે. આ વાતથી શાળા, વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા તેમની વાહ વાહ કરી રહ્યાં છે. ICUથી ઓનલાઇન ક્લાસ લઈને તેઓએ બીજા શિક્ષકોને પણ ઉદાહરણ પૂરું પડયું છે.

મળતી માહિતી મુજબ ગયા અઠવાડિયે આ મહિલા શિક્ષિકાની તબિયત લથડતાં તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. સોમવારે કરાવેલા આ રિપોર્ટમાં તેને કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલમાં તે ICU વોર્ડથી જ તેના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે. સુમનની ગયા વર્ષે જ ઓપન હાર્ટ સર્જરી કરાઈ હતી. હવે કોરોના પોઝિટિવ આવ્યા પછી જ્યારે તેની વિગતવાર તપાસ કરવામાં આવી ત્યારે ફેફસામાં ન્યુમોનિયાની અસર દેખાઈ હતી. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

image source

હાલમાં તેમની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની સારવાર મોહાલીની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ચાલી રહી છે. આ મુશ્કેલી હોવા છતાં સુમન નાના બાળકોના શિક્ષણની પૂરી તકેદારી લઈ રહી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તે સવારે અને સાંજે બાળકોના ઓનલાઈન ક્લાસ લઈ રહી છે. જે જોઈને મેડિકલ સ્ટાફ પણ તેમને વધાવી રહ્યો છે.

સુમન કહે છે કે હું દરેક પરિસ્થતિમાં મારા કામ પ્રત્યે સભાન રહેવા માંગુ છું. સુમનની તબિયત બગડતાં ભલે તેણે દાખલ થવું પડ્યું હતું. જાણવા મળ્યું હતું કે ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું ત્યારે તે પોતાની સાથે પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી હોસ્પિટલમાં લઈ આવી હતી. જો કે સંક્રમણને ધ્યાનમાં રાખીને ડોકટરોએ તેમને કોવિડ આઇસીયુ વોર્ડમાં પુસ્તકો લઈ જવાની મંજૂરી આપી ન હતી. પરંતુ સુમનને પુસ્તકો વગર ભણાવવામાં પણ ફાવટ છે.

image source

સુમન કહે છે કે મને પુસ્તકો પાસે હોય કે ન હોય હું ક્લાસ લઈ શકું છું. મને પુસ્તકો વગર બહુ ફરક પડતો નથી. તે કહે છે કે તે છેલ્લા 15 વર્ષથી ભણાવી રહી છે, તેથી તે બાળકોને શું શીખવવું અને કેવી રીતે શીખવવું તે જાણે છે. સુમનની શિક્ષક તરીકેની પ્રતિબદ્ધતા જોઈને માત્ર ડોકટરો જ નહીં અને અન્ય દર્દીઓ પણ તેના પ્રશંસક બની ગયા છે. હાલમાં વિદ્યાર્થીઓ પણ શિક્ષિકાના દીવાના થઈ ગયાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!