શિલ્પા શેટ્ટીની ટેણી છે જબરી હોંશિયાર, જોઇ લો આ લેટેસ્ટ વિડીયો તમે પણ

.ક્રિસમસ હોય કે નવું વર્ષ, બોલિવૂડના સેલેબ્સ દરેક ખાસ ઇવેન્ટ્સને ખાસ અંદાજમાં ઉજવે છે. ક્રિસમસ ઉજવણી બાદ જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના ફેવરેટ ડેસ્ટિનેશન પર નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા, તો કેટલાક સ્ટાર્સ ઘરે રહીને જ નવા વર્ષનું જોરદાર રીતે સ્વાગત કરી રહ્યા છે.

image source

બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ તેમના પરિવાર સાથે ગોવામાં નવા વર્ષની ઉજવણી કરતી જોવા મળી હતી. ન્યુ યર ઇવ એટલે કે વર્ધ 2020ના છેલ્લા દિવસનો ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા પછી શિલ્પાએ વર્ષ 2021ના પહેલા દિવસે ખૂબ જ સ્પેશિયલ વિડીયો શેર કર્યો છે જેમાં એમની લાડકી દીકરી સમીશા પોતાના પપ્પા સાથે ગણગણતી દેખાઈ રહી છે.

Raj Kundra
image source

અભિનેત્રીએ જે મનમોહક વીડિયો શેર કર્યો છે તેમાં તેમન પતિ રાજ કુંદ્રા પુત્રી સમિશા સાથે ગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રાજ પહેલા ગાય છે અને ત્યારબાદ તેમની પાછળ દીકરી પણ સુરમાં સુર મિલાવે છે. પિતા અને પુત્રી વચ્ચેનો આ જુગલબંધન થોડા સમય માટે ચાલે છે. શિલ્પાનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે, જે આ ખાસ ક્ષણનો આનંદ લઈ રહી છે. આ વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે- ‘ટેન્શન ઓછું લો, વધુ ગીતો ગાવો. સમિશા શેટ્ટી કુંદ્રા તેના પિતા રાજ કુંદ્રાને કહે છે કે તમારે ગાવાનું બંધ કરી દેવું જોઈએ. ”છેલ્લે, નવા વર્ષની શુભેચ્છાઓ આપતા અભિનેત્રીએ લખ્યું છે – હેપ્પી ન્યૂ યર ઇન્સ્ટા ફેમ. તમે અહીં ક્લિક કરીને વિડિઓ જોઈ શકો છો

Raj Kundra
image source

સમિષા શેટ્ટી કુંદ્રાનો જન્મ ફેબ્રુઆરી 2020 માં થયો હતો. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ આ માટે સરોગસીનો સહારો લીધો હતો. શિલ્પાએ બીજા બાળકને લઈને કહ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી બેબી પ્લાનિંગ કરી રહી હતી, એ પછી તે માતા બની ગઈ છે. શિલ્પા અને રાજ કુંદ્રા જ નહીં, વિહાન પણ સમિશાના આગમનથી ખૂબ જ ખુશ છે

Shilpa Shetty
image source

તમને જણાવી દઇએ કે ન્યુ યર સેલિબ્રેશન માટે શિલ્પા તેના પરિવાર સાથે ગોવા પહોંચી હતી, જ્યાં તે વેકેશનની ખૂબ જ એન્જોય કરી રહી છે અને તેના પરિવારની હાજરીને કારણે આ રજા તેના માટે વધુ ખાસ બની ગઈ. પુત્રી સમિશાના સિગિંગનો એક વીડિયો પોસ્ટ કરતા શિલ્પાએ એક સનકીસડ ફોટો શેર કર્યો હતો, જેમાં તે વર્ષના અંતિમ દિવસને એન્જોય કરતી દેખાઈ રહી હતી. આ ફોટાની સૌથી વિશેષ વાત એ છે કે તેને તેના પુત્ર વિઆને કેપ્ચર કર્યો છે

નવા વર્ષના ચેલક દિવસનો ફોટો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું – ‘હું વર્ષના છેલ્લા સૂર્યાસ્તને ખૂબ જ કૃતજ્ઞતા સાથે જોઈ રહી છું. આ દિવસને ખૂબ જ શાંત રીતે અલવિદા કહેવા માંગુ છું… જેણે આપણને જીવનના કેટલાક મહત્વપૂર્ણ પાઠ યાદ અપાવી દીધા છે. આજે થોડીક ક્ષણ શાંતિથી પોતાની સાથે જ વિતાવો.સારી વસ્તુઓને અંદર લઈ જાઓ અને નકારાત્મકતા બહાર કાઢો”આ સાથે અભિનેત્રીએ લખ્યું છે – આશા છે કે નવું વર્ષ આપણા બધા માટે મંગલમય રહે.

પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો ઘણાં વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી, શિલ્પા ‘નિકમ્મા’ ફિલ્મથી કમબેક કરશે. આ સિવાય શિલ્પા હંગામા 2 માં પણ જોવા મળશે, જેમાં પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં હશે. જે વરહ 2003માં આવેલી ફિલ્મ હંગામાની સિક્વલ છે. શિલ્પા છેલ્લે ફિલ્મ ‘ઢીસ્કીયાંઉ”‘માં દેખાઈ હતી અને હવે ફરી એકવાર તે બોલિવૂડમાં પાછા આવવાની તૈયારીમાં છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત